વ્યકિત જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.પ્રેમ એટલે કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ.‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ’ મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ’. પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનુ તો ચાલ્યા જ કરે. વ્યકિત બધું જ ગુમાવીને અમીર બની જાય, એ જ સાચો પ્રેમ. ગમે તેવુ દુઃખ હોય પણ એ વ્યકિત આપણી પાસે આપણી સાથે હોય અને બધુ દુઃખ વિસરાઇ જાય એ જ સાચો પ્રેમ. પરસ્પરના વિશ્વાસને કોઇ ડગાવી ન શકે એજ સાચો પ્રેમ. પ્રેમ તો બધાનો સરખો જ હોય છે. પણ પરિસ્થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે. અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી. કહેવુ તો હોય છે. પણ એના મૌનને સમજનાર કોઇ હોતુ નથી. સાચો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.સાચો પ્રેમ એટલે અરિસો ને પડછાયોઃ અરિસો જુઠુ બોલતો નથી ને પડછાયો સાથ છોડતો નથી.
પ્રેમ કોઇ વ્યકિતના શરીરને નહી પરંતુ આત્માને થાય છે. પ્રેમ વ્યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.કૃષ્ણની પત્ની તો રૂકમણી હતી. આમ છતા કૃષ્ણ સાથે તો હંમેશા રાધાનું નામ જ લેવાઇ છે. આ બંનેના સંબંધમાં પ્રેમ હતો પણ આ બંનેના પ્રેમમાં આકર્ષણ નહી પરંતુ સંવેદના હતી અને માટે જ રાધા કૃષ્ણના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે. બધાના જીવનમાં રાધા કૃષ્ણ જેવો પ્રેમ હોય એ જરૂરી નથી.રુકિમણીજીને શ્રીકૃષ્ણ ભગવાને એમની જીવનસંગીની બનવાનું સૌભાગ્ય આપ્યું અને આવી રીતે રુકિમણીજીને ભગવાનનો જીવનભરનો સાથ પ્રાપ્ત થયો… તો રાધાજીને પ્રભુએ અનંત યુગો સુધી પોતાના નામની પહેલાં રાધાજીનું નામ બોલાય એવી રીતે એમનાં નામને અગ્રસ્થાન આપ્યું….આ સૌભાગ્ય રાધાજી ને પ્રાપ્ત થયું, તો મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિને લીધે જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે પ્રભુ પ્રગટ થયાં અને અંતે પ્રભુએ એમને પોતાનામાં સમાવી લીધાં.
પત્ની અને માતા વચ્ચે દરેક માણસ થોડો ઘણો તો પિસાતો જ હોય છે. મોટા ભાગના પુરુષોએ બંને તરફથી ટોણા સાંભળવા પડતા હોય છે. પત્નીએ ક્યારેક તો માવડિયો કહ્યો જ હોય છે અને મોટાભાગની માતા ક્યારેક તો એવું કહેતી જ હોય છે. બૈરી આવી પછી તું એનો થઈ ગયો છે. પુરુષને બંને પ્રત્યે લાગણી હોય છે. મજાની વાત એ હોય છે કે પત્ની અને માતા બંનેને પતિ અને દીકરા પ્રત્યે પ્રેમ હોય છે પણ બંનેની દાનત એવી જ હોય છે કે એ વ્યક્તિ માત્ર ને માત્ર મારા પ્રત્યે જ લાગણી રાખે.પ્રેમને બાંધી ન રાખો. તમે કોઈ ફૂલ લઈ આવ્યા હોય, એ ફૂલ તમારું જ હોય છતાં તમે એવી અપેક્ષા ન રાખી શકો કે એ ફૂલની સુગંધ માત્ર તમને જ આવે. ફૂલની સુગંધ કાબૂમાં રાખવા જશો તો કદાચ એની સુગંધ તમને પણ નહીં આવે.
જીંદગી એ લાગણી પર આધારિત છે વ્યક્તિ જન્મે છે તે પહેલા જ ઘર ની બધી જ વ્યક્તિઓ ને તેના પ્રત્યે લાગણી થવા લાગે છે.લાગણી ની વ્યાખીયા આપીયે તો એક એવો સંબંધ કે જેમા સ્વાર્થ વગર નો પ્રેમ હોય। …… વ્યક્તિ પ્રત્યે એક પ્રકાર નું પોતાના પણું લાગતું હોય અને સામે વળી વ્યક્તિ ના દુ:ખ ને પોતાનું દુઃખ સમજીને તેને આશ્વાસન ના બે બોલ કહેવા એટલે લાગણી .
સામાન્ય રીતે લાગણી એ જીવન માં બધી જ વ્યક્તિઓ ને થતી હોય છે। ….. કોઈ ને પરિવાર ને વ્યક્તિઓ સાથે તો કોઈ ને મિત્રો સાથે તો કોઈ ને પાલતું પ્રાણીઓ સાથે બધી જ વ્યક્તિ લાગણી થી જોડાયેલી છે અને કદાચ આ લાગણી જ સંબંધો ને એક બીજા સાથે બાંધી રાખવાનું કામ કરે છે જો વ્યક્તિ માં કદાચ લાગણી ના હોત તો આ દુનિયા માં સંબંધો ટકાવી રાખવા મુશ્કેલ બની ગયા હોત। … કારણ કે , દરેક વ્યક્તિ એક ય બીજી રીતે કોઈ ની તરફ થી લાગણી મેળવાની અપેક્ષા રાખતી જ હોય છે। ….. લાગણી એ એવો સુંદર એહસાસ છે કે જે ફક્ત માનવજાતિ ને જ નહિ પરંતુ જો આપને એક અઠવાડિયું કે એક મહિનો જો કુતરા કે બીજા કોઈ પાલતું પ્રાણી સાથે રહીએ તો તેને પણ આપની સાથે લાગણી નો સંબંધ બંધાઈ જાય છે। ……..જેને સાથે એક વાર લાગણી થી સંબંધ જોડાય પછી ભલે ગમે તે કેમ ના થાય તે સંબંધ સોળે કળા એ ખીલી ઉઠે છે। .
“લાગણી એ સંબંધ અને પ્રેમ નો પર્યાય છે। લાગણી વગર પ્રેમ અને સંબંધ એ પર્વત વગર ની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચ નું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમ નો કોઈ અસ્તિત્વ જ નથી હોતું “
References: