Advertisements

તમારું ભાગ્ય તમે જ લખો

narendramodi_vivekanand

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ના શબ્દોમાં,

“પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું”

તમારા જીવનની રંગોળી તમે દોરો, અને તમને જેવા ગમે તેવા મનપસંદ રંગો તમે પૂરો. તમે જ તમારા ભાગ્યવિધાતા બનો.માનવી જ્યારે આ ધરતી પર આવે છે, ત્યારે એ માત્ર હાડમાંસનું પૂતળું જ હોય છે. મોટો થતાં આગળ જઈ તે ગમે તે બની શકે છે. અમીર કે ગરીબ ? સફળ કે નિષ્ફળ ? સુખી કે દુઃખી ? શું બનવું એ કઈ વાત પર નિર્ભર છે ? મોટાં ભાગના નિર્માલ્ય લોકો તેને ભાગ્ય માને છે, જ્યારે થોડા ઈતિહાસ બદલનારા કર્મવીરો તેને કર્મ કહે છે.

કુદરતે દરેક વ્યક્તિને કોઈને કોઈ વિશેષતા આપી જ હોય છે! કુદરતે તમને આપેલી આ ભેટનો મહત્તમ ઉપયોગ કરો અને સફળ તેમજ સંતોષકારક જીવન માણો.મનુષ્ય પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્જન છે.પરમાત્માએ મનુષ્યને પેદા કરી વરદાન આપેલ છે કે ‘તું જે ધારીશ તે બની શકીશ, કરી શકીશ. તું જેવું વિચારીશ તેવું તારા જીવનમાં બનશે. તારા અંત:કરણમાં જે આત્મસંવાદ, કલ્પના, ભાવ કે વિચાર કરીશ તેવી તારી બહારની દુનિયા બનશે.… દરેકની અંદર સિંહ અને ઘેટું બંને મૂક્યાં છે. સિંહ એ સકારાત્મકતા છે, જે કેમ થાય તે માટે વિચારે છે અને તે કરીને રહે છે. કારણ કે જ્યારે સિંહ જાગે ત્યારે સાથોસાથ તારામાં બુદ્ધિમત્તા, બહાદુરી અને આત્મબળ પણ જાગી ઊઠે છે.

“વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલેથી જ હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.” – સ્વામી વિવેકાનંદ

“દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ ,જબરદસ્ત પ્રમાણિકતા રહેલાં હોવાં જ જોઈએ ; જીવનમાં તેની અસાધરણ સફળતાનું કારણ એ જ છે” – સ્વામી વિવેકાનંદ

“એકજ વિચારને પકડો.એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો.તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓં , માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકેદરેક વિચારને બાજુએ મૂકો . સફળ થવાનો આજ માર્ગ છે.” – સ્વામી વિવેકાનંદ

આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. – સ્વામી વિવેકાનંદ

References :

  1. https://rupen007.wordpress.com/
  2. http://www.haindavakeralam.com/HK/uploadedfile/image-11552014231455189.jpg
  3. http://desais.net/das/
Advertisements

Leave a Reply

%d bloggers like this: