100% Original Guarantee For All Products

હાથીના ખરા શુરવીર બચ્ચા દ્રારા ૧૪ સિંહોનો સામનો

આજે મારા મિત્ર ધિરેન ભટ્ટના ફેસબુક પેજ પર આ વિડિયો કલિપ જોઇ,જેમાં માત્ર એક વષૅનું હાથીનું શુરવીર બચ્ચુ ૧૪ સિંહોનો સામનો કેવી રીતે કરે છે તે ખરેખર જોવા જેવું છે.

સંજોગો સામે લડવા માટે માણસે માત્ર પોતાની જાત પર શ્રધ્ધા, કેળવવાની જરુર છે. ભગવાન બધાને એટલીજ મુસીબતો અને સમસ્યાઓ આપે છે, જેટલી માણસ સહન કરી શકે.જે માણસ નક્કી કરે છે કે, હું દરેક સંજોગોનો, દરેક સમસ્યાનો અને દરેક પરિસ્થિતિનો સામનો કરીશ, તે માણસ જ ખરો શુરવીર છે. અને વિજય હંમેશા શુરવીરોનાં નસીબમાં જ લખાયેલો હોય છે.

“વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલેથી જ હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.” – સ્વામી વિવેકાનંદ

“દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ ,જબરદસ્ત પ્રમાણિકતા રહેલાં હોવાં જ જોઈએ ; જીવનમાં તેની અસાધરણ સફળતાનું કારણ એ જ છે” – સ્વામી વિવેકાનંદ

“એકજ વિચારને પકડો.એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો.તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓં , માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકેદરેક વિચારને બાજુએ મૂકો . સફળ થવાનો આજ માર્ગ છે.” – સ્વામી વિવેકાનંદ

આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. – સ્વામી વિવેકાનંદ

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: