ચંદની પડવો : વાતનું વતેશર


મમ્મી ભારે જિદ્દી.હું પણ એટલો જ ભારે જિદ્દી.આખરે તો તેનો જ દિકરોને.આ વાત આજે યાદ આવી,કારણ કે આજે મમ્મી વગર પહેલો ચંદની પડ​વો છે.સામાન્ય રીતે જિદ્દ છોડી  દેવાને બદલે અમે બંને અક્કડ વલણ અખત્યાર કરતાં હોય.આ વાત ૧૯૮૬ની ,એટલે આશરે ૩૦ વર્ષ પહેલાના ચંદની પડ​વાની છે.ચંદની પડવો એટલે દેશ-દુનિયાના બાકી બધા મહત્વનાં મુદ્દાઓ બાજુએ રાખીને માત્ર ઘારી ખાવા માટેનો વિશેષ ઉત્સવ.આમ પણ અમારે ત્યાં મોટા ભાગના તહેવારોમાં અને સામાન્ય દિવસે ખાણી-પીણીની ચીજોનું  વિશેષ મહત્વ​.

આમ તો મમ્મી હું જે માગું તે બનાવી આપે કે બજારમાંથી લઇ આવ​વા પૈસા આપે પણ આજે કંઇ જુદુ જ થયું.હંમેશની માફક,મેં મમ્મીને કહ્યું , “મમ્મી ,પૈસા આપ,ઘારી લાવ​વી  છે.”.મમ્મીનો અણઘાર્યો જ​વાબ​, “પૈસા નથી.”.મેં સામું પૂછ્યુ, “પૈસા નથી એટલે?”. મમ્મીએ કીઘું, “નથી એટલે નથી.તને ભાનબાન છે,બેનના લગ્ન પછી ઘર કેમ ચાલે છે?”.મમ્મી નું  મન સમજી,તેના મનમાં ઊંડાણ ઉતરવા ની મેં કોશિશ ન કરી.પપ્પા બેન્ક મેનેજર,નિયમિત સારી આવક એટલી જ મારી સમજ​ણ. વિશેષ જાણવા કે સમજ​વાની તસદી ના લીઘી અને મિજાજમાં ને મિજાજમાં, મિત્રો સાથે મેળામાં ફર​વા નિકળી પડયો.પરંતું,મમ્મીએ આ વાત મન પર લઇ લીઘી અને વિચારોના ચક્ર​વાતમાં ફસાઇ ગઈ.થોડી વાર પછી,જ્યારે હું ચંદની પડવાના મેળામાં મઝા કરતો હતો ત્યારે સંજયે આવીને સમાચાર આપ્યા કે , “મમ્મી સિરિયસ છે.”.અમે સૌ ગભરાઇને ઘરે દોડયા.મમ્મીને mild attack આવી ગયો હતો. Thanks GOD કે ત્યારે મમ્મી બચી ગઇ.પછી દરેક ચંદની પડ​વા પર અમે આ વાત યાદ કરતા અને હસતા…!

આના બીજા વર્ષના ચંદની પડ​વાએ,એક રમૂજ થ​ઈ.દરેક વર્ષ ની જેમ​,સૌ મિત્રો ચંદની પડવાના મેળામાં ગયા.સંજય આદત મુજબ મોડેથી અમને શોઘતો એક સ્ટોલ પર આવી એક પિયુશ જેવા દેખતા માણસની પાછ​ળ ઉભો રહીને તેના પેટ પર ચુટલીઓ ખણતા, “પિયુશ પાડા પાડા ..” એમ પ્રેમથી બોલ​વા લાગ્યો.સંજય અને પિયુશ જ્યારે એકબીજાને મળે ત્યારે એકબીજાના પેટ પર ચુટલીઓ ખણી,પરસ્પર પાડાનું સંબોધન કરે અને તેવો એમનો પ્રેમભાવ​.પણ આજે ફારસ થયો,સંજયનો રોગ નંબર​ લાગ્યો અને અમને બધાને હસ​વાનું થયું.પેલી અજાણી વ્યક્તિતો બિચારી ગભરાઇને કોણ જાણે શું સમજીને સંજયને ટગર ટગર જોવા લાગી.થોડી વાર પછી સંજયને ખબર પડતા અમને સૌને મારીમારીને ધોઇ નાખ્યા,પિયુશને ખાસ​.પિયુશ, “પણ હું  શું કરું???..” એમ​ બોલતો ખડખડાટ હસ​વા લાગ્યો.સૌ ખુબ હસ્યા…

Advertisements

Leave a Reply