છાનું રે છપ્નું કંઇ થાય નહીં, થાય નહીં..અવિનાશ વ્યાસ છાનુ રે છપ્નું…

કલાકાર : રાસબિહારી દેસાઈ-વિભા દેસાઈ
કવિ : અવિનાશ વ્યાસ

છાનુ રે છપ્નું…
છાનું રે છપ્નું કંઇ થાય નહીં, થાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છૂપાય નહીં,
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં. છાનું રે…

આખ્યું બચાવીને આંખના રતનને,
પડદામાં રાખીને સાસુ નણંદને;
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નબીં. છાનું રે…

નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઇ મારી ચાડી;
આવેલા સપ્નાનો લ્હાવો લૂંટાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. છાનું રે…

Advertisements

Leave a Reply