Advertisements

જોઇ લો, મસ્તીથી ભરપૂર ગુજ્જુ ફિલ્મ …કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં, બોલ્યા વિના એ કહી દે શું એવું ના થાય કંઈ !..

 

કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં, બોલ્યા વિના એ કહી દે શું એવું ના થાય કંઈ !..

 

 

 

મેં ઘણી વાર સાંભળ્યું છે કે, જીવન એવી રીતે જીવવું જોઈએ કે જાણે આજનો દિવસ તમારા જીવન નો છે, “છેલ્લો દિવસ”. પણ ખરેખર જો આ વાત સમજાયતો વિચારો અગર આજનો દિવસ તમારા જીવન નો ‘છેલ્લો દિવસ’ હોઈ તો? જીવનનાં કેટલા એવા કામો હશે, જે તમે પુરા કરવા માંગશો? હું ગેરેંટીથી કહી શકું કે, તમે પૈસા કમાવાનો તો વિચારજ નહિ આવે. છેલ્લો દિવસ હોઈ તો તમે માત્ર પ્રેમ વિષે વિચારશો, યાદો વિષે વિચારશો, યાદો સમેટવાની કોશિષ કરશો, બને એટલી વધુ લઇ જવાનો પ્રયત્ન કરશો.

જો કે ઉપરની મારી વાત અને ફિલ્મને કઈ લેવા દેવા નથી પણ ‘છેલ્લો દિવસ’ સાંભળતાંની સાથે મને આ વાત કરવાનું મન થયું. જીવનનો મોટા ભાગનો સમય આપણે પૈસા કમાવામાં વિતાવીયે છે. યાદો કમાવામાં નહિ. જે છેલ્લા દિવસે કામ સુદ્ધા નથી આવવાના. યાદો કમાઈ હશે એ સાથે રહેશે, મિત્રો કમાયા હશે સાથે રહેશે.

છેલ્લો દિવસ – ગુજરાતી ફિલ્મ જોવા જેવી શું કામ છે?

આપણે હિન્દી ફિલ્મો ના શોખીન છીએ, આપણે ઘણી કોલેજ લાઈફવાળી ફિલ્મો જોઈ છે, પણ કોઈ ગુજરાતી ફિલ્મ કોલેજ લાઈફ પર બને તો? આ ફિલ્મની એક વાત મને ગમી એ હતી કે કોલેજ લાઈફ તો માત્ર કોલેજ લાઈફ પર આખી ફિલ્મ. કોઈ બીજો વિચાર નહિ. આગળ જઈને છુટ્ટા પડશે, નોકરી કરશે, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, હું ફિલ્મ જોતા જોતા વિચારતો હતો કે હમણાં ટ્રેજેડી આવશે, હમણાં કઈક ટ્વિસ્ટ આવશે. આમ ના હોઈ? કંઈક તો થશે જ, પણ કઈ થયું નહિ ને ફિલ્મ પૂરી થઇ ગઈ. અને હું વિચરતો રહ્યું મારે હજુ જોવી છે. કોઈ નવો ગુજરાતી દિગ્દર્શક આવી હિંમત કઈ રીતે કરી શકે? પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે હિંમત કરી, એક સીન્ગલ થોટ પર આખી ફિલ્મ, જે માત્ર તમને હસાવે અને તમારા કોલેજના દિવસોમાં પાછા લઇ જવા મજબૂર કરે.

હા ફિલ્મમાં એક પાત્ર છે નરિયાનું, જે શુદ્ધ ગુજરાતીમાં ગમે તેવો બફાટ કરે છે, અમો ને તમો નું કોમ્બીનેશન પેટ પકડીને હશાવશે, શરૂઆતમાં ધીમી લાગતી ફિલ્મ ઇન્ટરવલ ઓહ્હ્હ સોરી કેન્ટીન ટાઇમ સુધીમાં તો ગુજરાતી ફિલ્મો પ્રત્યે તમારા બધા અણગમા દૂર કરી દેશે. ફિલ્મના ચાર – પાંચ સીન્સ તમને પેટ પકડી ને હસાવશે, ‘તે કોફી કેમ માગવી’, ‘અમો ને તમો’, ‘છોકરી જોવા જતો લોઈ’, ‘સાહેબનું રિસેપ્શન’, ‘લોયનું પ્રપોઝલ’ આવા ઘણા દ્રશ્યો છે જે તમને ખુબ હસાવશે.

જો તમારી કોલેજ લાઈફ મસ્તી ભરી રહી હશે તો આ ફિલ્મ જોઈ ને બહાર નીકળ્યા પછી તરત તમારા મિત્રને કોલ કર્યો હશે. અને જો તમે તમારી કોલેજ લાઈફ ભણવામાં કાઢી હશે તો નસીબ તમારા બીજું શું.

સારું ચાલો એટલુજ હવે આશા છે કે એટલું લખાણ કાફી છે, તમને થેટર સુધી પહોંચાડવા, જુવો મિત્રો એમાં એવું છે કે ગુજરાતી ફિલ્મો હવે બનવા માંડી છે, એમને સહાનુભુતીની જરૂર નથી, દર્શકોની જરૂર છે. ગુજરાતી ફિલ્મોના જોવાના તમારા ખોટા ઈગો ને છોડો અને સારી ગુજરાતી ફિલ્મો ને સપોર્ટ કરો, આ બ્લોગ ને બધા ગુજરાતી સુધી શેર કરજો, આ તમારું મારા પર ઉધાર રહેશે. “હા પણ ઉધાર ના માંગતા કારણકે અમોએ પણ લોન લીધેલ છે”.

 

Taken from :

http://www.eaglenews.in/index.php/entertaiment/item/1347-2015-11-30-12-59-56

Advertisements

Leave a Reply

%d bloggers like this: