100% Original Guarantee For All Products

બાળપણના મિત્રોએ સાથે મળી બનાવી ફિલ્મ ‘છેલ્લો દિવસ’

શું તમે કોલેજ લાઈફ એન્જોય કરી છે ?? એ પછી ગમે તે સ્ટ્રીમ હોય.. જો તમે નાં કરી હોય તો આ મુવી તમને તમારા કોલેજ લાઈફ માં પાછી લઇ જશે અને એ વીતેલા દિવસોને આંખ સામે ફિલ્મ ની પટ્ટી ની જેમ દેખાવમાં માંડશે !!

તો બસ આવી કોલેજ લાઈફ થી ભરપુર..રૂટીન ભાષા બોલી થી લખાયેલી આ ફિલમ એટલે : છેલ્લો દિવસ

ફિલ્મ ની સ્ટોરી એ રાપ્ચિક છે..તમને મજ્જા મજ્જા કરાવી દેશે !! ખાસ કરીને બોલાતી ગાળો જેમકે :અઠ્ઠે મારે અને બીજી ઘણી બધી..ફિલ્મ ની સ્ટોરી અહીં લખતો નથી બીકોઝ લખીશ તો મુવી જોવાની મજ્જા નહી આવે !! સાથે સાથે ડાયલોગ્સ પણ એટલા જ મહત્વ ના છે..અને ડાયલોગ્સ ની સ્પીડ પણ એટલી જ મસ્ત છે !! ફિલ્મ કોમેડી છે એટલે સ્વાભાવિક છે તમારા હાંજા ગગડાવી દેશે અને હસાવી હસાવીને લોથપોથ કરી દેશે!! ફિલ્મ નો છેલ્લો ભાગ વિદાય વેળાનો એ થોડો ઇમોશનલ બની જાય છે..

ફિલ્મ ની સ્ટોરી ૧સ્ટ હાલ્ફ માં જે સ્પીડ પકડે છે એટલીને એટલી જ સ્પીડ સેંકડ હાલ્ફ માં છે..

ફિલ્મ ના દરેક ની એક્ટિંગ જોરદાર અદભુત છે..મલ્હાર ઠક્કર ની હોય..મિત્રા ગઢવી ની હોય કે યશ સોની ની હોય..

ફીમેલ એક્ટ્રેસ નું પણ કામ ખુબ પ્રશંસનીય છે જાનકી બોડીવાલા..કિંજલ રાજ્પ્રિયા અને નેત્રા ત્રિવેદી આપ સૌની એક્ટિંગ જોઇને મજ્જા આવી ગઈ

અને મારા વ્હાલા મયુર ચૌહાણ અકા માઈકલ ને કેમ મારાથી ભુલાવી શકાય ?? મિત્રા માઈકલ ની આ પહેલી ફિલ્મ છે અને એમાં પણ આવો અદભુત અભિનય ઓસ્સમ છે અને તારી અમો તમો વાળી ડાયલોગ બોલવાની જે છટા છે એ જોરદાર છે અને તારી હેર સ્ટાઈલ તને ક્યુટ બનાવી દે છે..

ફિલ્મ નુ બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું છે મિત્ર પાર્થ ઠક્કર એ એટલે એમાં કઈ કહેવાનું જ ન હોય એ સરસ જ હોય અને કર્ણપ્રિય હોય !! સાથે સાથે ગીત નું મ્યુઝીક અને લીરીક્સ પણ એટલા જ મસ્ત છે લીરીક્સ માં પણ તુષાર અંકલ લખે એટલે હેટ્સ ઓફ હોય !!

ફિલ્મ ની સિનેમેટોગ્રાફી પણ મસ્ત છે..ડીરેક્ટર પોઈન્ટ ઓફ વ્યુ મને સહેજેય  કચાશ ન લાગી અને એન્ગલ પણ પરફેક્ટ અને ભૂલ હશે તો એ યાજ્ઞિકભાઈ જાણે 😉 !!

ફિલ્મ માં કોશ્ચ્યુમ ડીઝાઇનર નું કામ પણ એટલું જ મહત્વ નું છે કોશ્ચ્યુમ માં એક નાનકડી ભૂલ છે કે બસ એક ચાન્સ ફિલ્મ માં એક કોસ્ચ્યુમ જોયેલો એ આમાં રીપીટ થતો હોય એવું લાગે છે !! બાકી ઓવરઓલ પરફેક્ટ અને ફેશન પાર્ટનર માં જેડ બ્લુ હોય એટલે બોલવાનું આવે જ નઈ!!

ફિલ્મ ની એડીટીંગ પણ એટલું જ દમદાર છે અને સરસ છે !!

ફિલ્મ ના દરેક સ્પોન્સર અને પાર્ટનરણે સરખો ન્યાય આપવામાં આવ્યો છે એ પછી હોનેસ્ટ હોય..ઝેડ બ્લુ હોય..ચોકોલેટરૂમ હોય..

ફિલ્મ બને એની સાથે સાથે એ કયા લોકેશન પણ શૂટ થઇ એ સીન ણે અનુરૂપ એ જગ્યા છે કે નહિ એ અત્યંત મહત્વ નું છે !!

ફિલ્મ નું શૂટિંગ શાંતિ બીઝનેસ સ્કૂલ..ઝાયડસ હોસ્પિટલ..સાબરમતી રીવરફ્રન્ટ તથા અમદાવાદની વિવિધ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે..

ફિલ્મમાં સૌથી વધુ ગમતા સીન :

પ્રોફેસર ની ફરે એટલે ગીત ગાવાના..કાગળ નો ડૂચો બનાવી ફેકવાનો..ચાલુ પરીક્ષા એ પૂછવાનું..

ધાબા પર નો ગીટારવાળો સીન..કોફીબાર નો સીન (તે કોફી કેમ મંગાવી )..?? તું મને મળવા કેમ ન આવ્યો અને માઈકલ નો કીટલી વાળો સીન અને છેલ્લે વળી પાછો માઈકલ નો સીન એ બહુ બહુ જ ગમ્યા..

સીમીલારીટી : શરૂઆત માં કાર વાળો સીન એ કેવી રીતે જઈશ માં યુઝ થયી ગયેલો હતો અને આમાં પણ યુઝ થયેલો છે સાથે સાથે યુથ ફેસ્ટીવલ વાળો કોન્સેપ્ટ પણ પ્રેમજી માં ઉપયોગ થઇ ચૂકેલ છે એટલે અહીં રીપીટ થતું હોય એવું લાગે છે..

છેલ્લો દિવસ ફિલ્મને મારા તરફ થી ૫ માંથી ૪.૫ પોઈન્ટ..

બાકી આ ફિલ્મ જુવાનીયાઓને બહુ જ ગમશે..અને યુથને ગુજરાતી ફિલ્મો તરફ આ ફિલ્મ જડપ થી વાળશે!!

તો જોવા જાવ છો ને??

છેલ્લો દિવસ.. આપના નજીક ના સિનેમાઘરો માં..

કૉલેજનો ‘છેલ્લો દિવસ’ એટલે જલ્લોષભર્યા દિવસોનો છેલ્લો પડાવ એ પછી શરૂ થાય છે, જવાબદારી ભરી જિંદગીની સફર આજ મુદ્દાને કેન્દ્રમાં રાખી દિગ્દર્શક ‘કેડી’ કૃષ્ણદેવ યાજ્ઞિક અને ક્રિએટિવ પ્રોડ્યુસર વૈશલ શાહે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’નું નિર્માણ કર્યું છે.

ફિલ્મની વાર્તા જેટલી રોચક છે એટલી જ મજેદાર વાત ફિલ્મના સર્જકોની છે. સ્કૂલમાં સાથે ભણતા કેડી અને વૈશલ હંમેશાં કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હતા. કેડીને શરૂઆતથી સંગીતનો ભારે શોખ, સ્કૂલ કૉલેજ દરમિયાન રાજ્યસ્તરના અનેક ઈનામો મેળવ્યા. સંગીત પ્રત્યેના લગાવને કારણે એજ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરનાર કેડીએ મુંબઈની વાટ પકડી. જોકે રાહ એટલી આસાન નહોતી. અનેક સંગીતકારોને ત્યાં ધક્કા ખાવા છતાં કોઈ મેળ પડતો નહોતો. પણ જે કામ મ્યુઝિક ડિરેક્ટરની ઓફિસમાં ન થયું એ કામ એક પાનના ગલ્લાએ કરી બતાવ્યું. સંગીતકાર જતીન (જતીન લલિતવાળા)ના સ્ટુડિયોની બહાર એક પાનનો ગલ્લો છે, જ્યાં જતીન આવતા રહેતા. એક દિવસ લાગ સાધી કેડી જતીનને મળ્યા અને કામ આપવા વિનંતી કરી. જોકે સહાયક તરીકે જગ્યા ન હોવાનું જણાવ્યું. જોકે તેમણે તરત પૃચ્છા કરી કે પ્રોગ્રામિંગ આવડતું હોય તો આવી જા. કેડી એમાં પણ માહેર હોવાથી કામ મળી ગયું.

પ્રોગ્રામિંગથી શરૂઆત કરનાર કેડી જતીનના સહાયક બન્યા. એ સાથે ફિલ્મ દિગ્દર્શનમાં રસ પડતા અનેક જાણીતા દિગ્દર્શકના સહાયક તરીકે બહોળો અનુભવ મેળવ્યો.

જ્યારે વૈશલે અભ્યાસ પૂરો કર્યા બાદ બ્રાન્ડ બિલ્ડર અને એડ મેકર તરીકે નામના મેળવી અનેક કોર્પોરેટર હાઉસ માટે કામ કરી ચૂકેલા વૈશલ અને કેડી વર્ષો બાદ મળ્યા. બાળપણના મિત્રો વચ્ચે ઘણી વાતો થઈ. એમાં કેડીએ ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે વૈશલે ગુજરાતી ફિલ્મની શરૂઆત કરી બોલિવુડ જવાનું સૂચન કર્યું. બંને એ વાતે સહમત થયા અને બેલ્બેડર ફિલ્મ્સની સ્થાપના કરી અને શરૂ કરી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’.

ફિલ્મ શરૂ કરવા અગાઉ તેમણે ધરખમ ટીમ તૈયાર કરી. ફિલ્મના મહત્ત્વના અંગ ગણાતા સિનેમેટોગ્રાફી માટે સાઉથ અને મુંબઈમાં અનેક એડ ફિલ્મો કરી ચૂકેલા અને ઈન્ડસ્ટ્રીમાં જાણીતા એલેક્ષ મેકવાનને ટીમમાં સામેલ કર્યા. ઉપરાંત કલાકારોની પસંદગીની જવાબદારી અમદાવાદમાં દોઢ દાયકાથી નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને અત્યારે વિવિધ ભારતીમાં એનાઉન્સર તરીકે કાર્યરત અભિષેક શાહને સોંપવામાં આવી. તો સંગીત તૈયાર કરવાની જિમ્મેદારી અમદાવાદના જ પ્રતિભાશાળી કલાકાર હર્ષ ત્રિવેદીએ સંભાળી અનેક એડ ફિલ્મો અને શોર્ટ ફિલ્મમાં સંગીત આપવાનો અનુભવ ધરાવનાર હર્ષ ત્રિવેદીએ આજના યુવાનોની પસંદગીને ધ્યાનમાં રાખી ગીતો તૈયાર કર્યા છે. જ્યારે કલાકારો છે યશ સોની, મલ્હાર ઠક્કર, જાનકી બોડીવાલા અને કિંજલ રાજપ્રિયા.

ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર વૈશલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. એટલે અમે પણ યુવાઓને પસંદ પડે એવો વિષય પસંદ કર્યો છે.

બાળપણના મિત્રોએ સાથે મળી બનાવી ફિલ્મ ‘છેલ્લો દિવસ’

 

Taken from :

  1. http://www.filmyguru.com/news/childhood-and-colleagues-made-a-film-chello-diwas
  2. http://pappupanchatiyo.blogspot.in/2015/11/blog-post.html

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: