મહાભારત વિશે દુનિયાભરના લોકો જાણે જ છે, પણ એને આખેઆખું વાંચ્યું હોય એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે. કૌરવો અને પાંડવો વચ્ચેની દુશ્મનીની એ મહાગાથાના અંગ્રેજી અનુવાદનું કામ આજે પણ ચાલી રહ્યું છે. સંપૂર્ણ મહાભારતનો અંગ્રેજી અનુવાદ જાણીતા અર્થશાસ્ત્રી અને ધર્મશાસ્ત્રના વિદ્વાન પ્રો. બિબેક દેબરૉય કરી રહ્યા છે. રસરંગની ટીમે પ્રો. દેબરૉય સાથે વાતચીત કરી તો મહાભારત વિશેની એવી વાતો બહાર આવી, જેનાથી મોટાભાગના લોકો અપરિચિત છે. અહીં એમાંથી ૧ વાત જાણીએ… ૨૮મા વેદવ્યાસે લખ્યું મહાભારત આપણામાંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે મહાભારત વેદવ્યાસે લખ્યું છે, પણ એ સંપૂર્ણ સત્ય નથી. વેદવ્યાસ એ કોઇ નામ નથી, પરંતુ એ એક પદવી હતી. જે વેદોનું જ્ઞાન ધરાવનારા લોકોને આપવામાં આવતી હતી. કૃષ્ણદ્વૈપાયન કરતાં પહેલાં ૨૭ વેદવ્યાસ થઇ ચૂક્યા હતા. એ પોતે ૨૮મા વેદવ્યાસ હતા. એમનો રંગ શ્યામ (કૃષ્ણ) હોવાની સાથે તેઓ એક દ્વીપ પર જન્મ્યા હોવાને કારણે એમનું નામ કૃષ્ણદ્વૈપાયન રાખવામાં આવ્યું હતું.
Ref : http://www.divyabhaskar.co.in/news/MAG-mahabharat-10-things-that-you-do-not-know-3863303.html