100% Original Guarantee For All Products

સંઘર્ષ કરતા શીખો…. સંઘર્ષ જ વ્યક્તિના વ્યક્તિત્વને ચમકાવે છે….

struggle

 

મનુષ્યજીવનનો કોઈ મહત્ત્વનો અને અનિવાર્ય હિસ્સો હોય તો તે છે સંઘર્ષ. સતત પરિવર્તન પણ માનવજીવનનો અફર નિયમ છે. તે માટે તેણે ગતિ અને પ્રગતિ બેઉ સાધવી જરૂરી બને છે.આ પ્રત્યેક પડાવ સંઘર્ષના રસ્તા પર થઈને જ આવે છે.મોટાભાગના વિદ્યાર્થીઓ લાંબા અને અઘરા અભ્યાસક્રમથી કંટાળતાં હોય છે. બધું તૈયાર મળી રહે અને ઝટ ગોખાઈ જાય તેવા મટિરિયલની શોધમાં રહેતાં હોય છે. આ એક નકામી માનસિકતા છે. સતત અવ્વલ આવવા અને હરીફાઈમાં ટકી રહેવા તેમણે મહેનત તો કરવી જ રહી, કેમ કે તેના થકી જે કાંઈ પરિણામો મળશે તે અપેક્ષિત તો હશે જ સાથે તનમનની શક્તિઓ ખીલવનાર પણ હશે જ. વાત ભણતરની હોય કે સફળતા-સુખ અને સમૃદ્ધિની હોય રાત-દિવસ એક કરીને આદરેલો પુરુષાર્થ અને વર્ષોની સંઘર્ષમય મનઃસ્થિતિના પરિણામે જ જોઈતાં પરિણામો મળતાં હોય છે. સંઘર્ષ વગરની સફળતા પણ કંઈક અધૂરી જ છે.

જીવન કઠોર હોઈ શકે છે, જીવન એક સંઘર્ષ હોઈ શકે છે. જેની પાસે પૈસા નથી તેને લાગે છે કે જેની પાસે પૈસા છે તેનું જીવન સરળ છે. જેની પાસે સંપત્તિ અને તણાવપૂર્ણ ધંધો છે તેને લાગે છે કે બીજા કે જેની પાસે સરળ નવ-થી-પાંચની નોકરી છે તેમની જિંદગી સરળ છે. જે તંદુરસ્ત છે તેને લાગે છે જે પૈસાદાર છે તે વધારે સારું જીવન જીવે છે, જે પૈસાદાર છે તેને લાગે છે, જે લોકો ખુશ છે તે વધારે સારું જીવન જીવે છે. અને તેમ છતાં એવાં પણ કેટલાંક છે કે જે તંદુરસ્ત, સંપત્તિવાન અને તમે જેની કલ્પના કરી શકો તેવી તમામ સુવિધા ધરાવતાં હોય, છતાંપણ તેઓ તણાવગ્રસ્ત છે, તેઓ હજુ પણ જીવન જીવવામાં સંઘર્ષનો અનુભવ કરે છે. આપણો સંઘર્ષ આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે.

જીવન એ કદાચ સીધો રસ્તો હોઈ શકે છે, પરંતુ તે ભાગ્યે જ સપાટ હશે. કેટલાંક પટ, કે જેનાં પ્રકાર કદાચ મખમલી હોઈ શકે, પરંતુ સરેરાશ રીતે તેમાં ઉતાર-ચડાવ તો તમને જીવંત રાખવા માટે આવતાં જ રહેવાનાં. આ સવારીનો આનંદ ઉઠાવો.જીવનને થોભી જવાનું પાલવે જ નહિ. જો તમારે આ જીવનને માણવું હોય, તો તમારે તેની સાથે તોલ-મોલ કરવાનું શીખવું જ પડશે. આ જીવન વાસ્તવિક અને ક્ષણિક છે, જાણે કે ફીણમાંના પરપોટા, તેને પ્રેમ કરો, તેને જીવો એ પહેલાં કે તે ફૂટી જાય.જીવનમાં જ્યારે સંઘર્ષ વગર સુખ, પ્રગતિ, તરક્કી, પ્રતિષ્ઠા યા હોદ્દો મળે ત્યારે સમજવું આનું પરિણામ વિપરિત હશે ! હમેશા મહેનત દ્વારા પ્રાપ્ત થયેલા ફળનું મહત્વ અગણિત અને ઉંચુ હોય છે.હાર કોઈને પસંદ નથી હોતી. સંઘર્ષ પણ કોઈ પસંદ નથી કરતુ. પરંતુ એ પ્રોસેસ નો એક ભાગ છે. સંઘર્ષ વખતે શું સાચું છે અને શું ખોટું છે તેનો નિર્ણય લઇ અને અને તેને અમલમાં મુકવાથી જ સફળતા કે નિષ્ફળતા નક્કી થાય છે.

“જીવનમાં આવતી તકલીફોથી ટેવાઈ જાવ, પણ હિંમત ના હારો અને સતત સંઘર્ષ કરતાં રહો. આનાથી કંઈક તો જરૂર મળશે જે ખુશી આપનારું હોય. વિશ્વને તમારા કામથી જ મતલબ હોય છે, તમારા વિચારોથી નહીં. બસ જરૂરી એ છે કે, સંઘર્ષના નામે જે કાંઈ પ્રયત્નો કરાય તે પરિણામલક્ષી બની રહે”. – બિલ ગેટ્સ

 

Ref :

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: