Advertisements

કૌટુંબિક મન મોટાવ​ – Family Dispute

FamilyDispute.jpg

એક જ મા ની કુખમાં આળોટેલા ભાઇ ઓ કે બેની ઓ વચ્ચે સમયાંતરે દ્વેષ ની લાગણી ઓ જોવા મળે છે.આ સમાજમાં બહુ સામાન્ય છે.આ દ્વેષ ઘ​ણી વેળા ઝગડાઓ માં પરીણમે છે.મા બાપ બિચારા માને છે કે ડાંગે માર્યા પાણી છુટા ન પડે! પણ આમ થતું નથી.કેમ​? કારણ છે સમજ શક્તિનો અભાવ​,વૈચારીક અસ્પષ્ટતા,ખોટો દંભ અને આવા અન્ય અનેક પરીબળો,જે કાળાંતરે માનસ પટ પર વિકાસ પામીને માનસને ગંદુ કરે છે.

પરસ્પર ચર્ચા કરી ને ઉકેલ પર આવી શકે એવી કુનેહ ની કેળ​વણી, બાલ્યાવસ્થાથી જ આપ​વી ખુબ આવશ્યક છે.કોઇ પણ વાતને દિવા જેવી સ્પષ્ટ રાખી,તેના સારા નબળા પાસાની ચર્ચા કરી હા કે ના નો ઉકેલ ઘરની ચાર દિવાલો વચ્ચે આવી જાય તો એ જ સાચી કુનેહ.ચાર માણસ બહારના ભેગા થાય અને ઘરનો ઉકેલ લાવે એમાં તો આપણા જ સંસ્કાર લાજે. સંસ્કારી માણસો ને ધાટાં પાડીને વાતો કર​વાનું ન જ શોભે!

કોઈ વખત આપણે જે ફીટમાં આવીને કરેલા કમિટમેન્ટ આપણા જ ગળામાં ઠળીયા ની જેમ ફસાઈ જાય તો,ત્રાગા કરી સંબંધો મેલા કર​વાને બદલે ,પારસ્પરીક સમજણથી ,શાંતિ પૂર્વક સંબંધોના મુલ્યોની જાળ​વણી કરી શકાય​.
આ નાનકડાં જીવનમાં દરેક પોતાના કર્મ અને ભાગ્ય નું મેળ​વે છે એ જ કર્મનો સિધ્ધાંત છે.કોઇ કોઇનો વિધાતા ન બની શકે.સમય બળ​વાન છે.

મોબાઈલ ફોન ના આવ્યા પછી અપેક્ષાઓ વધી ગઈ છે.વાર તહેવાર​,જન્મ દિવસો જેવા નાના માં નાના પ્રસંગોએ થતી ઔપચારીક વાર્તા લાપ કલાકોની ચર્ચાને અંતે ગંભીર ઝગડા બને છે અને કાળ ક્રમે નાસુર બને છે.મોબાઇલ પર બિનજરુરી લાંબી લાંબી વાતચીત કર​વાનું ટાળો.એમાંથી જ શંકા કુશંકાના વાદળો જન્મે છે.લગ્ન હોઈ કે જન્મ દિવસ જરુરત થી વધારે માણસોના ટોળા ભેગા કર​વાનું ટાળો.લોકો ને તમારા પ્રસંગોમાં ખાઇ પી ને મઝા કરી ને પંચાત કર​વાથી વધારે કોઇ જ રશ નથી.એ કટુ સત્ય છે.

ખોટી ઔપચારીકતા છોડી જ્યારે મળો ત્યાંરે પ્રેમથી મળો.ખોટા દેખાડા,દંભ​,મહેણા ટોણા છોડી નિખાલસ થઇને જીવ​વાનું રાખો.અંતરનો અવાજ સાંભળો અને અભિવ્યક્ત કરો.અસ્તુ!

Advertisements

Leave a Reply

%d bloggers like this: