શનિવારે બુકસ્ટોર માંથી એક પુસ્તક ખરીદવાનું થયું,પરંતું ઘરે આવી ને જોયું તો એ જ પુસ્તક ઘરમાં પહેલેથી હતું. માટે પરત કરવાં પાછો બુકસ્ટોર પર પહોચ્યોં. આમ તો આ બુકસ્ટોરના માલિક મહાશય મારા મિત્ર અને છેલ્લા ત્રીસ વર્ષો નો સંબંધ – મોટે ભાગની બધી જ પુસ્તકો વિષયક ખરીદી અહીં થી જ થાય અને આવું જ્યારે થાય ત્યાંરે શ્રીમાન પુસ્તક બદલી પણ આપે.પણ આ વખતે શ્રીમાને ધસીને ના પાડી દીધી.મને કહે બહાર બોર્ડ મારેલું જ છે,”વેચેલો માલ પરત લેવામાં કે બદલી આપવા માં આવશે નહીં.”.વાત માત્ર રુપિયા ૩૭૦ ની ! પણ મારો અહંમ ઘવાયો અને ગુસ્સો પણ આવ્યો.ખરીદી વખતે માત્ર ફેસીટ રોલની ચબરખી જ આપેલી.મહાશયને પાઠ ભણાવવાની પ્રબળ ઇચ્છા પણ કરવું શું?સીધો પહોચ્યોં પોલીસ પાસે અને લાઇન ઓફ એકસનની ચર્ચા કરી.પછી સંપર્ક કર્યો સેલ ટેક્ષ અધિકારીનો.સલાહ મળી કે પહેલા પાકું બીલ માંગો અને પછી બધી કાર્યવાહી થાય.હવે હું પહોચ્યોં પાછો વેપારી મિત્ર પાસે.કાઉન્ટર પર ઉભેલા સેલ્સમેન ને કહ્યું કે શેઠને કહો પાકું GST નંબર વાળું બીલ આપે.થોડી વાર પછી શેઠ શ્રી આવ્યાં અને કાઉન્ટર કેસીયર ને કહ્યું કે ,”૩૭૦ રુપિયા પરત આપી દો!”.
વેચેલા માલમાં કોઈ અલ્ટરેસન ન હોઇ તો વેપારી ૧૫ દિવસો સુધી પરત લેવા કે બદલી આપવા બંધાયેલ છે.અસ્તુ. (#સ્વયંની સાથે સાથે…)