
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું,વ્યથિત સ્વર અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું, “કેશવ! શું તમને એવું લાગે છે?તમે ધાર્યુ હોત તો મહાસંહાર ટાળી શકાયો હોત!”.
શ્રીકૃષ્ણ એ જ માર્મિક સ્મિત સાથે જવાબ આપ્યો,”નિ:સંદેહ.”
અર્જુન,”તો પછી તમે એ અહિંસક માર્ગ કેમ ન અપનાવ્યો?”
શ્રીકૃષ્ણ એ જ માર્મિક સ્મિત સાથે,”પાર્થ,હું તને એ પહેલા એક પ્રશ્ન કરી શકું?”
અર્જુને હકારમાં માથું હલાવતાં શ્રીકૃષ્ણએ પ્રતિ પ્રશ્ન કર્યો,”તારી સમજણ પ્રમાણે આ મહાયુદ્ધ નું કારણ શું?”
અર્જુન,”પાંચાલીનું ચીરહરણ.”
શ્રીકૃષ્ણ,”અને પાંચાલીનું ચીરહરણનું કારણ?”
અર્જુન,”અમારી જુગારમાં હાર.”
શ્રીકૃષ્ણ,”તમારી હારનું કારણ?”
અર્જુન,”કૌરવોની કૂટનિતીઓ અમે સમજી ન શક્યાં!”
શ્રીકૃષ્ણ,”કૌરવો એ રમવાં માટે કોને ઉતાર્યા?”
અર્જુન,”મામા શકુનિ?”
શ્રીકૃષ્ણ,”કેમ?”
અર્જુન,”કેમ કે તેઓ કૂટનિતીઓ અને જુગારમાં નિષ્ણાંત હતાં!”
શ્રીકૃષ્ણ,”અને તમે?”
અર્જુન,”જયેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર”
શ્રીકૃષ્ણ,”શું ભ્રાતા યુધિષ્ઠિર આ ક્ષેત્રે નિષ્ણાંત હતાં?કે પછી શકુનિની બરોબરી ના ખેલાડી હતા?”
અર્જુન,”ના”
શ્રીકૃષ્ણ,”શું તમારા પક્ષે તને લાગે છે કે શકુનિથી વધારે સક્ષમ ખેલાડી કોઈ હતો?જે ચોક્કસ શકુનિની દરેક ચાલ સમજીને તેને હરાવવા માટે પૂરતો હતો.”
અર્જુન,”હા”
શ્રીકૃષ્ણ,”કોણ?”
અર્જુન,”કેશવ તમે પોતે! જો તમે આ જુગટાના દાવો અમારા વતી રમ્યાં હોત તો અમારી જીત એ કૂટનિતીઓ માં પણ નિશ્ચિત હતી.”
શ્રીકૃષ્ણ,”તો તમે મને કેમ ન યાદ કર્યો?”
અર્જુન,”તમે ત્યાં ક્યાં હતા?”
શ્રીકૃષ્ણ,”જો દ્રોપદીના યાદ કરવાથી હું આવી શકું તો તમારા કેમ નહીં?પરંતુ જો કંઇક ખુટતું હતું તો માત્ર તમારો મારા માટે નો વિશ્વાસ! અસ્તુ.”
Courtesy: Sir Priyank Bhatt,Surat