તમારા ભાઈ ભાડું ના કુંટુંબો,મા-બાપ,કાકા-મામા,સાસુ-સસરા તમારી સાથે વ્યહવાર ઓછો કરવાં માંડે,સંબંધોમાં અંતર બનાવવા માડે તો કમ સે કમ વિચારો કે કેમ?માન્યું તમે ધનવાન છો,વિધાવાન છો કે પછી કોઈ સમૃદ્ધ રાષ્ટ્રના નાગરીક છો અને જાણો છો હવે વતનની કે સ્વજન અમારે કે અમારા બાળકોને શું જરુરત?અરે ભાઈ જરુરત તો ચપટી ધૂળની પડી શકે!કોઈ સમયે તમને માન સન્માન આપતા સ્વજનો કે જે તમારાથી હવે દૂર ભાગે છે?તમને ખબર જ નથી પણ તમે જાણે કે અજાણે ક્યાં ધ્રુણાસ્પદ વ્યહવાર કરો છો,અયોગ્ય વાણી ઉચ્ચારો છો!માણસ અને પશુ પંખીમાં આ જ ફરક છે ભાઈ …માણસને કુદરતે વિચારવાની ક્ષમતા આપી છે..તમારા સાચા ખોટાનું માણસને ભાન છે અને એથી તમારા બદલાયેલા વર્તનથી દૂર ભાગે છે.તમારી આપેલી ભેટ સોગાદો કે લાલચો નો માણસ ગરજું નથી હોતો …માણસ તો પ્રેમ અને ભાવનો ભુખ્યો છે. એવા જજમેન્ટલ ન બનો કે અમે આમ કે તેમ મદદ ન કરી કે પછી ન કરી શકયા એથી આ સેલ્ફીસ માણસો ના આચાર વિચાર વ્યહવાર બદલાય ગયા.હજુ પણ આ સ્વજનો માત્ર તમારા હુંફાળા આવકારના અભિલાષી છે એમ ન સમજો કે અમે આંગળી આપીશું તો પહોચીં પકાડાઇ જશે.બસ જરુરત છે તો સાચા સ્વ અધ્યયની.જે અત્રે લખ્યું છે એ કોઇ પણ એક વ્યક્તિ,કુંટુંબ ને અનુલક્ષીને નથી કે મારો કોઇ પાંડીત્યના પ્રદર્શનનો હેતુ નથી.બસ આતો છે “સ્વંયંમની સાથે સાથે…” ના મારા વાંચકો માટે.અસ્તુ.