Advertisements

નોળી નોમ

આજે નોળી નોમ 
વરડું , જુવાર નો રોટલો , પાણીચું અથાણું ,લીંબુ , ગોળ , કાંદા , કાકડી, કાપેલા મરચા, ધાણી , તેલ & દૂધ .કોઈ બ્રાહ્મણી ના દીકરા ને નોલીયામામા એ સાપ થી બચાવેલો ત્યાર થી આ તહેવાર ઉજવાય છે એટલું ખબર. પણ આ રોટલો ને વરડું ( તે પણ બાફેલું – નવ કઠોળમાંથી બનતાં અને કોઇપણ મસાલા વિના તૈયાર થતું શાક વરડું ) 
જુવાર લોટને દૂધ થી બાધી નોળિયો બનાવી સાથે જુવાર ના જ રોટલો પર એમને બેસાડવાના . પૂજા કરી અહીત્રા ના ઝાડ પર મૂકી આવતા. જે પરંપરા ગામડાઓમાં હજી પણ ચાલુ જ છે . સીટી માં તો શોધવું પડે કે નોળિયો ક્યાંક બનાવ્યો હોય તો. ગામડાઓમાં મંદિર માં તો ચાંદી નો નોળિયો મુકે બોલો. 
હા , પણ એક વાત ચોક્કસ છે કે દરેક તહેવાર ની પાછળ એક રીઝન હોય છે જરૂર. સો શ્રદ્ધા થી તહેવારો કરવા જોઈએ. મને તો નોળી નેમ નું વરડું ખુબ જ ભાવે. સાથે જુવાર નો રોટલો અને લીંબુ-મરચું હોઈ તો તો પૂછો જ નહી. 
નોળીયા મામા સહુને ફળે , કુટુંબ ની રક્ષા કરે , ની:સંતાન દંપતિ ને સંતાન સુખ મળે એવી શુભ કામના. ..
હેપી નોળી નોમ ટુ ઓલ.

Advertisements

Leave a Reply

%d bloggers like this: