Advertisements

મારી સાથે જ આવું કેમ ? WHY TO ME ?

જીવનમાં દુઃખ આવી પડે ત્યારે આપણી પ્રતિક્રિયા !!!!!
મારી સાથે જ આવું કેમ ? WHY TO ME ?

સુપ્રસિદ્ધ વિમ્બલ્ડન પ્લેયર આર્થર આશે દ્વારા સુંદર સંદેશ …

આર્થર આશેને તેની હાર્ટ સર્જરી દરમિયાન ચઢાવવામાં આવેલ લોહીમાં ચેપીયુક્ત બ્લડ આવી જતા તેને ભયંકર રોગ ‘એઇડ્ઝ’ થયો અને તેનું લાંબી સારવારનાં અંતે કરુણ મુત્યુ થયું.

તેની આ લાંબી સારવાર દરમિયાન, તેને તેના લાખો ચાહકો તરફથી રોજે રોજ હજારો પત્રો મળતાં હતા જેમાં એક ચાહકે તેના પત્રમાં દુઃખ સાથે લખ્યું હતું કે “ઈશ્વરે તમને જ આવી ખરાબ બીમારી માટે કેમ પસંદ કર્યા?”

ત્યારે આર્થર આશે તેના આ ચાહકને બહુજ સુંદર જવાબ આપ્યો હતો …

કે વિશ્વમાં
⚫ ૫ કરોડ બાળકોએ ટેનિસ રમવાનું સ્વપ્નું જુવે છે !
⚫ ૫૦ લાખ ટેનિસ રમવાનું શીખે છે !
⚫ ૫ લાખ પ્રોફેશનલ ટૅનિસ શીખે છે !
⚫ ૫૦ હજાર સર્કિટમાં આવે છે !
⚫ ૫ હજાર ગ્રાન્ડ સ્લેમમાં પહોંચે છે !
⚫ ૫૦ વિમ્બલ્ડનમાં પહોંચે છે !
⚫ ૪ સેમિફાઇનલમાં પહોંચે છે !
⚫ ૨ ફાઇનલ્સ સુધી પહોંચે છે !
⚫ અને અંતે ફાઇનલમાં મારી જીત થઇ !!!

હવે જયારે હું મારા હાથમાં વિમ્બલ્ડન કપ પકડીને ઉભો રહ્યો હતો ત્યારે એ વખતે આ સિદ્ધિ માટે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે ભગવાન આ સિદ્ધિ મને જ કેમ આપી ? ‘મારી સાથે જ આવું કેમ?’ WHY TO ME ?

અને હવે જયારે હું આ દુઃખમાં છું ત્યારે હું ભગવાનને કેવી રીતે પૂછું કે : મને જ આ દુઃખ કેમ ? ‘મારી સાથે જ આવું કેમ?’ WHY TO ME ?

મિત્રો, આવી ઘટનાઓ આપણા બધાનાં જીવનમાં પણ બનતી હોય છે. સુખદ ઘટનાઓ બને ત્યારે આપણે ભગવાનને સવાલ નથી કરતાં કે ‘મારી સાથેજ આવું કેમ?’ તો પછી દુઃખમાં ભગવાનને કેમ પુછિયે છીએ : ‘મારી સાથેજ આવું કેમ?’ WHY TO ME ?

માટે જયારે દુઃખ આવી પડે ત્યારે તમે શાંત ચિત્તે વિચારજો કે આજે તમે તમારા જીવનથી ભલે સંતુષ્ટ નથી પણ આ દુનિયામાં ઘણા બધા લોકોને તમારા જેવું જીવન જીવવાનું સ્વપ્ન હોય છે. તમારા જીવનમાં આજે આવી પડેલ દુઃખ સિવાય બીજા અન્ય સુખો ભગવાને તમને ઠાંસી ઠાંસીને આપ્યા છે !!!

માટે એકાદ દુઃખથી ચલિત થયા વગર જિંદગી માણો … જીવનનો આનંદ માણો… આવી પડેલ દુઃખની પાછળ પણ ભગવાનની કોઈ યોજના હશે !!!

આ જ જીવન છે!

ज़िन्दगी न मिलेगी दोबारा

આર્થર આશે દ્વારા

Advertisements

Leave a Reply

%d bloggers like this: