તમારી પહેલી આંગળી(પોઇન્ટર ફીંગર અથવા ઇન્ડેક્સ ફિંગર)અને ત્રીજી આંગળી (રીંગ ફીંગર)ને સરખાવો.
નવા અભ્યાસ મુજબ, જો તમારી પોઇંટર (ઉર્ફે તમારી પહેલી આંગળી ) આંગળી રિંગ આંગળી(ઉર્ફે ત્રીજી આંગળી ) કરતા લાંબી હોય, તો તમે રમતમાં પાછળ છો અને કદાચ રમતમાં નબળા હોવાની પણ સંભાવના છે (કદાચ આ જ કારણ છે કે તમે હંમેશા રમત ગમત ના વર્ગમાં પાછળ રહયા હશો.), પરંતુ કદાચ તમારી યાદ શક્તિ ઘણી સારી હશે.
અહીં ઇન્ડેક્સ ફિંગરનું ઉદાહરણ છે જે રીંગ ફિંગર કરતા લાંબી છે.
બીજી તરફ, જો તમારી રિંગ આંગળી(ઉર્ફે ત્રીજી આંગળી ) પોઇંટર (ઉર્ફે તમારી પહેલી આંગળી ) આંગળી કરતા લાંબી હોય, તો તમે કદાચ ઘણા બિંદાસ(બેફિકરા) છો, રમત ગમતમાં તમે ઘણાં આગળ છો અને તમારી એથલેટિક ક્ષમતાઓ વધારે છે.
અહીં રીંગ ફિંગરનું ઉદાહરણ છે જે ઇન્ડેક્સ ફિંગર કરતા લાંબી છે.
તમે પૂછશો એવું વળી કેવી રીતે?એનું કારણ છે,તમારા બે અંત:સ્ત્રાવ,ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રૉજન.વૈજ્ઞાનિકો માને છે,જો તમારી પોઇંટર (ઉર્ફે તમારી પહેલી આંગળી ) આંગળી રિંગ આંગળી(ઉર્ફે ત્રીજી આંગળી ) કરતા લાંબી હોય,તો તમે તમારી માતાના ગર્ભમાં હતા ત્યારે ટેસ્ટોસ્ટેરોન ના વધુ સંપર્કમાં વધુ આવ્યા હતા.તેનાથી વિપરિત, જેની રિંગ આંગળી(ઉર્ફે ત્રીજી આંગળી ) પોઇંટર (ઉર્ફે તમારી પહેલી આંગળી ) કરતા લાંબી હોય છે એ એસ્ટ્રોજનના વધુ સંપર્કમાં આવે છે.
Ref: https://www.elitedaily.com/wellness/fingers-mental-reveal-more-know/1657829