100% Original Guarantee For All Products

એક વ્યક્તિના ચાર વ્યક્તિત્વો

આપણા દરેકની અંદર ચાર વ્યક્તિત્વો જીવે છે જે સમય અને સંજોગો આધીન પોતાની પ્રકૃતિ ધારણ કરે છે:
 
(૧) બીજાના સુખે સુખી થવું – આ માણસ તરીકેનું વ્યક્તિત્વ છે જે હંમેશા આપણામાં જળવાયેલું રહે એ અપેક્ષીત છે.
 
(૨) બીજાના દુ:ખે દુ:ખી થવું – આ સંત તરીકેનું વ્યક્તિત્વ છે જે શ્રેયના માર્ગે ચાલતા ચાલતા ક્રમશ: આપણામાં વહેલું કે મોડું વિકાશ પામે છે.સામાન્ય રીતે પોતાના અંગત સંબંધો માં આ અનુભુતિ બધાને જ થાય છે.પરંતું જ્યાંરે એ અન્ય જીવમાત્ર માટે થાય એ જરૂરી છે.જેને અંગ્રજીમાં Empathy કહે છે.
 
(૩) બીજાના સુખે દુ:ખી થવું – આ ઈર્ષાળુ તરીકેનું વ્યક્તિત્વ છે જે ઓછા વત્તા અંશે દરેકમાં જોવા મળે છે.સારું જીવન પામવા માટે આ વ્યક્તિત્વની ધીમે ધીમે બહાર આવવું ખૂબ જ આવશ્યક છે.
 
(૪) બીજાના દુ:ખે સુખી થવું – આ દાનવ તરીકેનું વ્યક્તિત્વ છે.આપણી સાથે કંઇક ખોટું થયું છે એવી લાગણી પ્રબળ બને ત્યાંરે આ દાનવ વૃતિ મનમાં ઉદભવે છે જેને હકારાત્મક અભિગમથી નિયંત્રિત કરવી જ પડે નહીં તો આ તામસ વૃતિ આપણને પોતાને દુ:ખની ગર્તામાં ધકેલી શકે છે.
 
 
 

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: