જૈન દર્શનનો કર્મવાદ
 જૈન ધર્મ એટલે શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ. જૈન ધર્મના બીજા નામો દયાધર્મ, સ્યાદ્વાદધર્મ, અર્હંતદર્શન, કર્મવાદ વગેરે છે. તેમાં કર્મવાદ ઉપર જૈનધર્મમાં ઘણું સમજાવ્યું છે.
  
 જિનશાસનની આ વિશ્વને અદ્ભૂત દેન છે. ”કર્મ વિજ્ઞાાન” સમગ્ર વિશ્વમાં જે કાંઈ ઘટના બની છે. કે ભવિષ્યમાં બનવાની છે તે બધામાં કારણ ઈશ્વર નથી પણ કર્મ છે. ઈશ્વરે તો જગત જેવું છે તેવું બતાવ્યું છે-પણ બનાવ્યું નથી. જગતનું સંચાલન ઈશ્વર નહિ પણ કર્મ કરે છે. તે કમ્પ્યુટર જેવું છે. કમ્પ્યુટરની જેમ તે કર્મ પોતાનું ગણિત કરે જ રાખે છે. લોકો તેવા કાર્ય અનુસાર લોકોને સુખ-દુઃખાદિ આપ્યા કરે છે.
  
 કર્મ આ જગતમાં છે ? આવો પ્રશ્ન ઘણાને થાય છે. તેનો જવાબ છે કે હા… કર્મ છે. કેમ કે જગતમાં એક સુખી તો બીજો દુઃખી એક પૈસાદાર અને બીજા ગરીબ, એક જન્મથી અંધ અને બીજો જન્મથી દેખતો, કોઈ જન્મથી ભિખારી તો બીજો ગર્ભશ્રીમંત અરે!’ એક જ માતા-પિતાના સંતાનોમાં એક બુદ્ધિશાળી અને બીજો બુદ્ધિ વગરનો. એક રૃપાળો અને બીજો કદરૃપો. આવા આવા અનેક જાતના ભેદો અને ફેરફારો જગતમાં જોવા મળે છે. આ બધાનું કારણ શું ? ભગવાન આવું કરે છે ? ના, ના, ભગવાન તો કેટલા દયાળુ અને પ્રેમાળ હોય ! વળી અનંત શક્તિવાળા હોય છે.
  
 જો ભગવાનને કરવાનું હોય તો તે બધાને સરખા (સમાન) જ બનાવે ને ? પણ આ જગતમાં બધા સરખા નથી જ. તો પછી આમ થવાનું કારણ શું ? એનો ખરો જવાબ એ છે કે જીવોના પૂર્વભવના કર્મોના પ્રમાણે તે તે જીવો સુખ દુઃખ વગેરે પામે છે.
  
 કર્મની વ્યાખ્યા :- કોઈપણ કાર્ય કરો. અને એને ”હું કરું છું” એવો આધાર આપે તે કર્મની વ્યાખ્યા ”હું કરું છું” એવું કહ્યું એટલે કર્મ બાધ્યું.
  
 હવે પ્રશ્ન એ થાય છે કે કર્મ શેનાથી બંધાય છે ? ”હું કરું છું” એ કર્તાભાવ છે. કરે છે બીજો કોઈને, આરોપ કરે છે કે ”મેં આ કાર્ય કર્યું” એ કર્તાભાવથી કર્મ બંધાય છે. કર્મ તમે કરતાં નથી છતાંય તમે માનો છો કે ”હું કરું છું” તેથી કર્મ બંધાય છે. વેદાંતમાં પણ કર્મનો સિદ્ધાંત રહેલો છે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે –
  
 તું તારું કર્મ (કાર્ય) કર્યે જા, ફળની અપેક્ષા રાખીશ નહિ. દરેકને કર્મ પ્રમાણે ફળ મળે છે. આપણને ગમે તે કહે એ કર્મનો સિદ્ધાંત છે. આખું જગત કર્મના સિદ્ધાંત પર જ છે.
  
 કેટલીયવાર એવું બને છે કે રાત દિવસ વાંચ વાંચ કરવા છતાં કોઈ વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે. અને કોઈ વિદ્યાર્થી થોડી જ મહેનત કરીને પાસ થઈ જાય છે. વાંચવાનો પુરૃષાર્થ કરવા છતાં તે વિદ્યાર્થી નાપાસ કેમ થયો ? કોઈવાર દર્દીને જીવાડવા ડોક્ટર ખૂબ પ્રયત્ન કરે છતાં મરી જાય છે. તેનું કારણ શું ? આ બધાનો જવાબ છે તે જીવનું તેવું કર્મ.
  
 આમ જગતના તમામ સંચાલનની પાછળ જુદા – જુદા જીવોમાં સુખ – દુઃખ, રોગ-આરોગ્ય, હર્ષ-શોક વગેરે પામે છે. આ કર્મોને તે જીવોએ પોત પોતાના પૂર્વના ભવોમાં બાંધેલા હોય છે. આ ભવમાં તે કર્મો ઉદયમાં આવતા પોતાના સ્વભાવ પ્રમાણે સારું કે ખરાબ ફળ આપે છે. શુભ કર્મનું ફળ મળે એટલે જીવ સુખી થાય છે. અશુભ કર્મનું ફળ મળે એટલે જીવ દુઃખી થાય છે.
  
 આ ભવમાં આપણે જેવાં કામો કરીશું સારા કે ખરાબ તે પ્રમાણે કર્મો બંધાશે અને તે કર્મોનો ઉદય જ્યારે થશે (પ્રાયઃ આગામી ભવોમાં જ થાય) ત્યારે સુખ :દુઃખ વગેરે આપણે ભોગવવા પડશે જ. માટે જ આપણે ખરાબ કાર્યો ન જ કરવા જોઈએ અને સાર કાર્યો હંમેશા કરવા જોઈએ. કર્મબંધન કોને કહે છે આત્માને ? દેહને ? દેહ એ જ કર્મ છે. પછી બીજું બંધન ક્યાંથી હોય ? આત્મા છૂટો છે. સ્વતંત્ર છે. વિશેષ – ભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે, ને તે જ કર્મ ભોગવે છે. કર્મ એ સંયોગ છે. ને વિયોગી એનો સ્વભાવ છે. આત્મા અને કર્મની વચ્ચે કર્તારૃપી આંકડો ના હોય તો બેઉ છુટા પડી જાય. આત્મા આત્માની જગ્યાએ અને કર્મ કર્મની જગ્યાએ છુટા પડી જાય. મનુષ્યનો અહંકાર તેને તેના કર્મો બાંધવા પ્રેરાય છે.
  
 કર્મો એક કે અનેક હોય છે. બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી જ્યાં સુધી કર્મો પૂરા ના થાય ત્યાં સુધી જન્મલેવા પડતા હોય છે. આ જન્મમા કરેલા કર્મનું ફળ પણ આપણે ભોગવવાનું હોય છે. કર્મની થીયરી આવું કહે છે કે ખોટું કરતી વખતે અંતર ભાવ ફરી જાય તો તેવું કર્મ બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય તો નવું કર્મ મજબુત થાય અને પછી તેને ભોગવ્યે છૂટકો.
  
 કર્મના પ્રકારમાં ગયા ભવમાં ખાઈ પીને મઝા કરવી છે. એવા કર્મ બાંધીને લાવ્યો તે સંચિત કર્મ. તે સૂક્ષ્મમાં સ્ટોકમાં હોય છે. તે ફળ આવતાં સન્મુખ થાય ત્યારે જંકફુડ(કચરો) ખાવા પ્રેરાય અને ખાઈ નાખે તે પ્રારબ્ધ કર્મ અને એનું પાછું ફળ આવે એટલે કે ઈફેક્ટ આવે કે એને મરડો થઈ જાય માંદો પડે એ ક્રિયામણ કર્મ-કર્મબીજ ગયા ભવમાં વાવે છે તે કર્મનું ફળ આ ભવમાં આવે છે ત્યારે પ્રશ્ન થાય-કે એ ફળ કોણ આપે છે ? ”ભગવાન”ના એ કુદરત આપે છે. એને દાદાભગવાન જેવી વ્યક્તિએ ”વ્યવિસ્થત શક્તિ” કદી છે.
  
 કમોં તો જડ છે. ચેતન નથી. જડ કર્મો આત્માને ચોટયું હોતું નથી, ત્યાં સુધી તે કાર્મણ રજકણો ઓળખાય છે. જ્યારે તે કાર્મણ રજકણો આત્માને ચોંટે છે ત્યારે તે કર્મ તરીકે ઓળખાય છે.
  
 કર્મો પ્રવેશદ્વારા :-
  
 (૧) મિથ્યાત્વ :- હૃદયમાં સત્ય પ્રત્યેના પક્ષપાતનો અભાવ.
  
 (૨) અવિરતિ :- જીવનમાં સત્યના જીવંત આચરણનો અભાવ.
  
 (૩) કષાય :- જીવાત્મામાં ઉત્પન્ન થતાં આ તંદુરસ્ત ખળભળાટ.
  
 (૪) યોગ :- મન – વચન અને કાયાની પ્રવૃત્તિઓ.
  
 આપણા આત્માના મુખ્ય આઠગુણો છે. તેને ઢાંકી દેતાં કર્મો આઠ છે. જે આત્માને સંસારમાં રખડાવે છે. આપણો આત્મા અનંત અને અક્ષય (કદી નાશ ન પામે તેવો) આઠ – આઠ ગુણોનો સ્વામી છે. પરંતુ એ ગુણોને આઠ પ્રકારનાં કર્મોએ ઢાંકી દીધા છે. અને એના કારણે સંસારમાં રખડીએ – રઝળીએ છીએ. ખૂબ દુઃખ અને સુખ ભોગવીએ છીએ. પુણ્યકર્મ અને પાપકર્મ પણ કર્મનું પ્રકાર છે. બીજાને સુખ આપવાનો ભાવ કર્યો એનાથી જે કર્મો જે કર્મ બંધાય તે પુણ્યકર્મ અને દુઃખ આપવામાં ભાવ કર્યો એનાથી પાપ બંધાય.
  
 કર્મોના આઠ પ્રકાર
  
 ૧. જ્ઞાનાવરણીય કર્મ :- આ કર્મ આત્માના ગુણને રોકે છે. અને અજ્ઞાાન અથવા અવળું જ્ઞાન આપે છે. જાણે આંખે પાટા બાંધ્યા ન હોય તેવો જીવને બનાવી દે છે.
  
 ૨. દર્શનાવરણીયકર્મ :- આ કર્મ આત્માના દર્શન ગુણને રોકે છે. અને આંધળાપણું તથા ઊંઘ વગેરે આપે છે. જાણે દ્વારપાળે રાજાના (ભગવાનના) દર્શન કરતાં રોકી ન રાખ્યો હોય!
  
 ૩. વેદનીય કર્મ :- આ કર્મ આત્માના નિરાબાધ સુખને રોકે છે. અને જીવને સંસારમાં સુખ – દુખ આપે છે. જાણે મધથી લેપેલી તલવાર તલવાર ચાટો ત્યાં મધનું જરાક સુખ પણ તલવારની ધાર જીભ જ કાપી નાંખે.
  
 ૪. મોહનીય કર્મ :- આ કર્મ આત્માની સાચી સમજ વિસરાવી દે છે. ઊંધા પાટે ચડાવી દે છે. સારું ને સુંદર ખરાબ લગાડે અને ખરાબને સારું લગાડે. જાણે દારૃડિયા જેવી દુર્દશા ! દારૃ પીધેલાને જેમ સારા કે નરસાનું ભાન જ ના હોય એવી દશા!
  
 ૫. આયુષ્ય :- આ કર્મ આત્માને મોક્ષ જેવી અક્ષય સ્થિતિ ન આપે. સંસારમાં જન્માવે. જીવન આપે અને અંતે મરણ આપે. જાણે જેલરે પગમાં બાંધેલી બેડી આપણું ધાર્યું કશું ન થવા દે જેલરના હુકમ પ્રમાણે ચાલવાનું.
  
 ૬. નામ :- આ કર્મ આત્માની અવસ્થાને રોકે છે. અનંત દેવ મનુષ્ય વગેરે ગતિ આપે, શરીર આપે, ઈન્દ્રિયો આપે, જાણે ચિત્રકાર દોરેલા ચિત્ર જેવી દશા આઠ કર્મોમાં સૌથી વધારે પેટા પ્રકારો નામ કર્મના છે. (૧) જાતિમદ (૨) કુળમદ (૩) બીજાની નિંદા (૪) સ્વપ્રશંસા (૫) ધર્મીજનોની હાંસી (૬) દુગંછા કરવી.
  
 (૭) ગોત્ર :- આ કર્મ આત્માના અગુરૃ-લઘુપણાને રોકે અને સંસારમાં ઉચ્ચકુળ આપે. નીચકુળ આપે. જાણે કુંભારે બનાવેલા ઘડા. કોઈમાં દૂધ ભરાય તો કોઈમાં દારૃયે ભરાય.
  
 (૮) અંતરાય :- આ કર્મ આત્માના અનંતવીર્ય (પરાક્રમ) ને રોકે અને જીવને કૃપણ બનાવે, ભિખારી બનાવે, નબળો – દુબળો બનાવે. આ તો રાજાના ભંડારી જેવું. રાજાને બીજાને આપવાની લાખ ઈચ્છા હોય છતાં ભંડારી ધારે તો ધન આપવામાં અંતરાય કરે.
  
 આ આઠ કર્મોમાં (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય અને (૪) અંતરાય કર્મ આ ચાર ઘાતી કર્મ કહેવાય છે. કારણ કે ચાર કર્મો આત્માની નિર્મળતા ઉપર અર્થાત્ આત્માના અનંત જ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા વગેરે મૂળ ગુણો ઉપર જ સીધો હુમલો કરે છે.
  
 જ્યારે (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ અને (૪) ગોત્ર આ ચાર કર્મો અઘાતી છે. કારણ કે આ ચાર કર્મો આત્માના ગુણો ઉપર સીધો હુમલો નથી કરતાં પરંતુ ચાર ઘાતી કર્મોના કામમાં સહાય કરનાર છે.
  
 કર્મ બાંધવાથી માંડીને કર્મ ઉદયમાં આવે ત્યાં સુધી આપણા આત્માના જુદા જુદા પુરૃષાર્થો દ્વારા તે કર્મ સંબંધમાં જે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તે આઠ કારણો પોતાનો ભાગ ભજવે છે.
  
 (૧) બંધન કરણ :- આત્મા પોતે રાગ કે દ્વેષ વિષય કે કષાય મત કે મમતા, નિંદા કે ઈર્ષા વગેરે દોષોના સેવનથી કર્મો બાંધે છે. તે કર્મબંધમાં ભાગ ભજવે છે.
  
 (૨) સંક્રમણકરણ :- બંધાઈ ગયેલા કર્મના સ્વભાવમાં આત્માના જે અધ્યવસાયથી પરિવર્તન આવે તે અધ્યવસાય સંક્રમણકરણ કહેવાય છે.
  
 (૩) ઉદીરણા કરણ :- જે કર્મો શાંતિકાળ ચાલી રહ્યો છે. તેનો શાંતિકાળ પૂર્ણ થતાં પહેલાં જ તરત ઉદયમાં લાવીને તે કર્મોનો વહેલો અનુભવ કરાવે છે તેને ઉદીરણાકરણ કહેવાય છે.
  
 (૪) ઉદ્વર્તનાકરણ :- આત્મામાં પ્રત્યેક સમયે જુદા – જુદા ભાવો પેદા થાય છે. તેમાંના કેટલાક ભાવો એવા છે કે જે શાંતિકાળમાં રહેલા કર્મોના સમયમાં અને તેની તીવ્રતામાં વધારો કરવાનું કામ કરે છે તેને ઉદ્વર્તનાકરણ કહે છે.
  
 (૫) અપવર્તના કરણ :- દરેક ધર્મકાર્ય કર્યા પછી પોતે કરેલા તે સુંદર સુકૃતિની વારંવાર હાðદિક અનુમોદનના કરવી જોઈએ. અને ભૂલ થઈ ગઈ હોય તો ગુરૃભગવંત પાસે તેની આલોચના કરીને પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. અને ફરી પાપ ન કરવાનો તીવ્ર સંકલ્પ ફરી પાપ ન કરવાનો તીવ્ર સંકલ્પ કરવો જોઈએ. શાન્તિકાળ એટલે ગોલ્ડન પીરિયડ ચાલતો હોય જે સમય દરમ્યાન પુરૃષાર્થ કરીને આત્મા બાંધેલા કર્મોમાં ધરખમ ફેરફાર કરી શકવાની શક્યતા ધરાવે છે. તેને અપર્વતનાકરણ કર્મ ગણાય છે.
  
 (૬) ઉપશમનાકરણ :- કર્મોના શાંતિકાળ દરમ્યાન આત્માના અધ્યવસાયો પ્રમાણે તેમાં ફેરફાર થાય તેવી પરિસ્થિતિ પેદા કરે અને તેના સમય કે તીવ્રતામાં કદાચ ઘટાડો કે વધારો ફેરફાર થઈ શકે પણ તે સિવાય તેમાં અન્ય કોઈ ફેરફાર થઈ શકે નહીં તેને ઉપશમનાકરણ કહેવાય.
  
 (૭) નિયતિકરણ :- બંધાતી વખતે કે બંધાય ગયા પછી તેના શાંતિકાળ દરમ્યાન આત્મામાં એવા પ્રકારના ભાવો પેદા થાય છે કે જેના કારણે તે કર્મના સમય અને તીવ્રતામાં વધારો કે ઘટાડો થઈ શકે પણ તેના સ્વભાવમાં હવે સંક્રમણ કરણથી કોઈ ફેરફાર થઈ શકે નહીં.
  
 (૮) નિકાચિત કરણ :- કરેલા કર્મો તો ભોગવવા જ પડે ભોગવ્યા વિના તો કર્મ ના છૂટે. આવું જે કાંઈ સંભળાય છે તે નિકાચિત કર્મ ગણાય.
  
 અઢારમાં ત્રિપુષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં તેમણે સંગીતના સૂરો બંધન કરનાર શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસુ તીવ્ર દુષ્ટભાવથી નંખાવ્યું તો તે વખતે નિકાચિત કર્મ બંધાયું. પછીની તેમની સાધનાઓએ તેમાં કાંઈ ફેરફાર ન કર્યો. છેલ્લા ભવમાં તે નિકાચિત કર્મ ફેરફાર ન કર્યો. છેલ્લા ભવમા તે નિકાચિત કર્મ ઉદયમાં આવ્યું જ અને પ્રભુવીરના કાનમાં ખીલા ભોંકાયા.
  
 જૈન ધર્મના કર્મજ્ઞાન સમજાય જાય પછી આપણ ને આપણા કર્મો પ્રમાણે જ ફળ મળે છે. તેના જીવતા જાગતા ઘણા ઉદાહરણ જોવા મળે છે. જેવા કે ભગવાન મહાવીરને પણ તેનામાં કર્મ પ્રમાણે ગૌશાળે પણ ભગવાન મહાવીરના કાનમાં ખીલ્લાં ઠોક્યાં હતાં. શ્રેણિકરાજા ભગવાનના ભક્ત હતા માટે કાંઈ નરકમાં ગયા નથી પણ પાપની પ્રશંસાએ તેમને નરકમાં મોકલ્યા હતા. મયણા સુંદરીને પણ તેના પિતાએ કોઢિયા પતિસાથે લગ્ન કરવું પડયું હતું.
  
 માટે જ પાપ કરતી વખતે પણ સાવધાન રહેવું જરૃરી છે. ખાતી વખતે ભોજનની, પહેરતી વખતે વસ્ત્રોની, મોજશોખ કરતી વખતે મળેલી તે ચીજોની ભૂલમાંય પ્રશંસા ન થઈ જાય તેની કાળજી રાખવી. ખંઘક મુનિવરે પૂર્વના ભવમાં ચીભડાની છાલ ઉતારીને તેની પ્રશંસા કરી તો પછીના ભવમાં સાધુ બન્યા તોય ચામડી ઉતરાઈ. તે વાત કદીય ભુલવી નહીં. આમ સારું કે ખરાબ કોઈપણ કાર્ય કરતી વખતે મનમાં જુદા – જુદા પ્રકારનો ભાવાવેશ હોય છે. જેના મનમાં જેવો ભાવ હોય તે પ્રમાણે તે વખતે મનમાં જેવો ભાવ હોય તે પ્રમાણે તે વખતે આભાને ચોંટતા કર્માણુઓનો પ્રકાર નક્કી થાય છે.
  
 

જૈન ધર્મનો કર્મવાદ એ ભવ્ય પુરૃષાર્થવાદ છે. વાતવાતમાં ”કર્મમાં લખ્યું હોય તે જ પુરૃષાર્થવાદ છે.” વાત વાતમાં”કર્મમાં લખ્યું હોય તે જ થાય” એવી નિષ્ક્રિયતાની વાત કરતો વાદ નથી. જૈન ધર્મનો કર્મવાદ તો આપણને જીવન જીવવાની સાચી કળા શીખવે છે. દુઃખમાંથી બચવાનો અને સુખ પામવાનો રસ્તો બતાવે છે. વિનાશની ખાઈમાંથી નીકળીને વિકાસના એવરેસ્ટ શિખરને સર કરવામાં સહાય કરે છે. કર્મવાદ આપણને શીખવે છે કે ”હે આત્મા તારે ગભરાવવાની કે મુંઝાવવાની જરાય જરૃર નથી. જ્યાં સુધી બંધાયેલા કર્માણુઓનો શાંતિકાળ ચાલે છે ત્યાં સુધી બાજી તારા હાથમાં છે. પરંતુ ધારે તેવું તારું ભાવિ નિર્માણ કરી શકીશ તારા જીવનનાં ભાગ્યવિધાતા તું પોતે છે. આમ કર્મવાદ ખરાબ કામ કરનારી થઈ ગયેલી ઘણી બધી ભૂલોને ધોઈ નાંખવાનો અને ઘણું સુંદર સદ્ભાગ્ય પામવાનો સરળ રસ્તો બતાવે છે. આમ જૈન શાસનનો કર્મવાદ કહે છે. ”સારા કર્માણુઓના શાંતિકાળમાં થતી આત્માની એકાદભૂલ જીવનની ધરખમ કમાણીને ધૂળમાં ભેળવી દે છે. જૈન શાસનનાં કર્મવાદને બરોબર સમજીને સદાચારના પંથે પ્રયાસ કરવાનું, સદ્ગુરૃની સેવામાં પરાયણ રહેવાનું પરમાત્માની ભાવભરી ભક્તિ કરવાની સર્વજીવો સુખી થાય તેવી સતત ભાવના ભાવવાની. જેણે જૈન ધર્મ પચાવી જાણ્યો તે તેનું જીવન સાર્થક કરી જાણે છે. જૈન ધર્મ આમ વિજ્ઞાનની સાથે ચાલતો ધર્મ છે. અને તેમાં રહેલો કર્મવાદ તે તો બ્રહ્માંડનું રહસ્ય સમજાઈ જાય છે.

Source  https://m.facebook.com/DevlokJinalayaPalitana/posts/485586494939030?locale2=hi_IN   (https://m.facebook.com/DevlokJinalayaPalitana/)

 

Video Source: Hans Wilhelm

Share this:

Like this:

Like Loading...

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: