Advertisements

અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

He’s 100, she’s 99: Meet the Kerala couple celebrating 82 years of marriage

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

– કલાપી, Kalapi

 

 

Video Source : The News Minute

Advertisements

You May also Like this

Shiv Tandav Stotram – ...

https://youtu.be/QvUF4LkmwKo   https://youtu.be/mH80DUtmLzI   जटा टवी गलज्जलप्रवाह पावितस्थले गलेऽव लम्ब्यलम्बितां भुजंगतुंग मालिकाम्‌।...

Thirupati in 1955

Thirupati in 1955, No paid entry, No noise, Very simple in every...

Positive Thinking – Speech ...

https://youtu.be/RF_Sd-5tB44   Source :

What is spiritual maturity?

1. Spiritual Maturity is when you stop trying to change others, ...instead...

એક વ્યક્તિના ચાર વ્યક્તિત્વો

આપણા દરેકની અંદર ચાર વ્યક્તિત્વો જીવે છે જે સમય અને સંજોગો આધીન...

Rare Photo of Shirdi ...

[caption id="attachment_23169" align="alignnone" width="908"] श्री सच्चिदानंद सदगुरु साईनाथ महाराज की जय ..[/caption]...

Maha Mrityunjaya Mantra

ॐ त्रयम्बकं यजामहे  सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् म्रुत्योर्मुक्षिय मामृतात् https://youtu.be/adyjwFgXRNY   The...

શ્રી જલારામ બાવની

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય...

તમારા બાળકની ફિંગરપ્રિન્ટનું રહસ્ય?The ...

માતાના ગર્ભની શરૂઆતથી વ્યક્તિત્વ જાણી શકાય છે,ડરમેટોગ્લાફીક્સ(dermatoglyphics )​,અર્થાત ફિંગરપ્રિન્ટના અભ્યાસ દ્રારા. આદિકાળથી...

જય આદ્ય શક્તિ મા ...

જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા...

How can you maximize ...

A rare conversation between Krishna & Arjun. Read it loud to family,it's...

Why did the Mahabharata ...

There could be many possible answers but to answer this question on...

Bhagavad Gita-Chapter 18, Verse ...

मूल श्लोकः सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।18.66।। Pronunciation:...

ज्ञान है तो ज़िन्दगी ...

पहली बात, महाभारत में कर्ण ने श्री कृष्ण से पूछी… मेरी माँ...

નોળી નોમ

આજે નોળી નોમ વરડું , જુવાર નો રોટલો , પાણીચું અથાણું ,લીંબુ ,...

What is a Meaningful ...

A meaningful life is not about being rich,being popular,being highly educated,or being...

“गुरु” – गुरु पूर्णिमा ...

[gallery ids="6669,6668" type="rectangular"] "गुरुब्रह्मा गुरुर्विष्णु: गुरुदेव महेश्वर: , गुरु साक्षात्परब्रह्म तस्मैश्री गुरुवे...

હનુમાન ચાલીસા – સુપરફાસ્ટ ...

HANUMAN CHALISA SUPER FAST HD 7 TIMES REPEATED IN 30 MINUTES https://youtu.be/4TaCfIhzQD4...

AMAZING FACTS ABOUT LORD ...

Hanuman was an incarnation of Shiva and thought to be an exemplification...

A Wrong Man in ...

BY RABINDRANATH TAGORE. [Translated from the Original Bengali by Bhabani Bhattacharya.] THE...

Miracles of reciting Hanuman ...

Hanuman Chalisa is one of the remarkable poetic creation of Goswami Tulsidas....

||सुंदरकाण्ड||

Full Sunderkand by Ashwin kumar Pathak सुंदरकाण्ड में हनुमान का लंका प्रस्थान,...

Best Visualization Meditation : ...

http://en.savefrom.net/#url=http://youtube.com/watch?v=sX2bYV6nSy4&utm_source=youtube.com&utm_medium=short_domains&utm_campaign=www.ssyoutube.com   What is visualization meditation? It is the focusing of our...

Leave a Reply

%d bloggers like this: