પ્રભુ કેવા બનાવ્યા છે,રમકડાં કાચના તમે?

6952132-nature-rainbow-hd-wallpaper

પ્રભુ કેવા બનાવ્યા છે,રમકડાં કાચના તમે,
તે કેવા છે સપ્તરંગીને કેવા રુપાળા છે!
બિલકુલ અજાણ્યાને હવે બિલકુલ જાણ્યા છે,
પ્રભુ કેવા બનાવ્યા છે,રમકડાં કાચના તમે!
જીવનના સાત રંગોની અભિવ્યક્તિ અમે માણી,
કેવી છે રુપાળીને,છે કેવીએ સપ્તરંગી,અમે જાણી અમે માણી.
જીવનના સાત રંગોની અભિવ્યક્તિ અમે જાણી.
અભિવ્યક્તિ અમે જાણી,ઘડીને અમે માણી.
ઝાલીને હાથ ચાલ્યા છે,ડગલાં માંડ આપણે બે,
આવી ગયા છે એ વિસામા તો નથી બિલકુલ!
પ્રભુ કેવા બનાવ્યા છે,રમકડાં કાચના તમે?
જીવનના સાત રંગોની અભિવ્યક્તિ અમે જાણી.
અભિવ્યક્તિ અમે માણી,વ્યક્તિને અમે જાણી.

-પ્રશાંત​

Advertisements

Leave a Reply