100% Original Guarantee For All Products

ચાણક્ય : કુળવાન મનુષ્ય ધનરહિત થવા છતાં પોતાના ગુણ છોડતો નથી.

મહાબુદ્ધિમાન ચાણક્યની ચતુરાઈભરી વાતો

ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ભારત ના ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ શાસનમાનું એક એટલે મોર્ય યુગ જે અંદાજે ઈ.સ.પૂર્વે ૩૨૨ થી ૧૮૫ સુધી હતું . તે સમય પહેલા ભારત અલગ-અલગ પણ નાના ભાગો માં વિભાજીત થયેલું હતું.તે સમયે મગધ(હાલ પટના) આર્થિક અને લશ્કરી બંને રીતે સમૃદ્ધ હતું .મગધ ના ક્રૂર શાસક ધનાનંદ ને હરાવીને ચંદ્રગુપ્ત મોર્ય મગધ ની રાજગાદી એ બેઠો અને ચંદ્રગુપ્ત ને રાજા બનાવનાર તેના ગુરુ એવા જ્ઞાન ,કુશાગ્રબુદ્ધિ,રાજનીતિ અને કુટનીતિના સ્વામી એટલે ચાણક્ય.

ચાણક્ય ને ભારતનાં પ્રખર અર્થશાસ્ત્રી મનાય છે .ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્ત નાં સલાહકાર તેમજ પ્રધાનમંત્રી હતા તે પહેલા તેઓ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શિક્ષક હતા. તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત તથા કૌટિલ્ય નામ થી પણ ઓળખાય છે .તેમનો “અર્થશાસ્ત્ર” નામનો ગ્રંથ ની રચના કરી હતી જે રાજનીતિ અને અર્થવ્યવસ્થા નું ઉત્તમ ઉદાહરણ છે.અને તે યુરોપ સહિતના દેશો માં આજે પણ વંચાય છે .”અર્થશાસ્ત્ર” માં રાજનીતિ ના સિદ્ધાંતો અને રાજ્ય નું શાસન કેવીરીતે થવું જોઈએ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . એક યોગ્ય શાસકે તેનું શાસન યોગ્ય રીતે ચલાવવા માટે કઠોર રહેવું પડે છે તેવું પણ ચાણક્ય નું માનવું હતું .

ચાણક્યએ જુદાં જુદાં સમયે જુદાં જુદાં નામ ધારણ કરીને જુદાં જુદાં ગ્રંથની રચના કરી. આજથી લગભગ ૨૩૧૫ વર્ષ પહેલાં થઈ ગયા. તેમણે આચાર્ય ચાણક્ય નામ ધારણ કરીને ચાણક્યની નીતિ ગ્રંથ રચ્યો. કૌટિલ્ય નામ ધારણ કરીને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામક ગ્રંથ રચ્યો. કોક નામ ધારણ કરી કામશાસ્ત્ર ઉપર ખૂબ અદ્ભુત પ્રકાશ પાડતો ગ્રંથ કોકશાસ્ત્ર રચ્યો. આ તમામ ગ્રંથ આજે પણ ભારતમાં ખૂબ હોશે હોશે વંચાય છે. તેમણે તે સમયે કહેલી વાતો આજે પણ એટલી જ સત્ય પુરવાર થઈ છે. ચાણક્યએ ચાર પ્રકારની નીતી આપી.વિષ્ણુગુપ્ત ના નામથી ધર્મનીતી,કૌટિલ્ય ના નામથી અર્થનીતી,ચાણક્ય ના નામથી રાજનીતી અને  વાત્સ્યાયન(અથ​વા  કોક?) ના નામથી કામનીતી.આજે આપણે અહીં ચાણક્યની નીતિ તેમના ગ્રંથના આધારે માણીશું.
માણસનું આચરણ તેનું ખાનદાન બતાવે છે, તેની ભાષા દેશ બતાવે છે, શરીર તેનું ભોજન દર્શાવે છે. કામ કરનાર પાસે, ગરીબ પાસે, પૂજાપાઠ કરવાવાળા પાસે તથા ચૂપ રહેનારા પાસે ઝઘડો આવતો નથી. અધર્મી મનુષ્ય બીજાની કીર્તિથી બળે છે. તેથી તેમની નિંદા કરે છે. પોતે કરેલાે ધર્મ, કર્મ કરનારની પાછળ પાછળ જાય છે. અન્ન તથા જળ જેવું દાન નથી. બારશ જેવી કોઈ તિથિ નથી. ગાયત્રી મંત્રથી મોટો બીજો કોઈ મંત્ર નથી. દુષ્ટ તથા કાંટાથી બચવા બંનેને સમય આવ્યે કચડી નાખો. સ્ત્રી વિયોગ, અપમાન, ખરાબ નોકરી, વિવેકહીન લોકોનો સંપર્ક માણસને આગની જેમ બાળે છે. બાળકને ન ભણાવનાર માબાપ તેના મહાન શત્રુ કહેવાય છે.
દયા વગરના ધર્મનો, વિદ્યા વગરના ગુરુ, ખૂબ ક્રોધ કરતી પત્ની, પ્રેમ વગરનો ભાઈ તેમનો સદા ત્યાગ કરવો. મૂર્ખ મનુષ્ય વિદ્વાન સાથે તથા ગરીબ પૈસાદાર સાથે વેર રાખે છે. આળસથી વિદ્યા, બીજાને સાચવવા આપેલ ધન તથા ઓછાં બીજ નાખવાથી ખેતી નિષ્ફળ જાય છે. ભાગ્ય ગરીબને ધનવાન તથા ધનવાનને કંગાળ બનાવી શકવા સમર્થ છે. બ્રહ્મદેવે જે ભાગ્ય નિર્માણ કર્યું હોય તેને કોઈ જ મિટાવી શકતું નથી. મેલાં વસ્ત્ર પહેરનાર, દાંત સાફ ન કરનાર, ખૂબ ખાનાર, કડવું બોલનાર, સૂર્યોદય પછી પણ સૂઈ રહેનારનો લક્ષ્મી સદા માટે સાથ છોડી દે છે. દુષ્કર્મથી પેદા કરેલું ધન ૧૦ વર્ષ જ ટકે છે. બંધન અનેક હોય છે. જેમાંનું બંધન અનેરું હોય છે. કુળવાન મનુષ્ય ધનરહિત થવા છતાં પોતાના ગુણ છોડતો નથી. ધન મેળવી કોણ​ અભિમાની બન્યું નથી?  કયા દુરાચારીનું ધન નષ્ટ થયું નથી?
ગુણથી મોટાઈ બડપ્પન મળે છે. ઊંચા આસન ઉપર બેસવાથી મોટાઈ મળતી નથી. દુઃખથી પ્રાપ્ત થતું ધન, અધર્મ કરવાથી પ્રાપ્ત થતું ધન, ઝૂકવાથી પ્રાપ્ત થતું ધન, હે ભગવાન મને કદી ના આપીશ. ભય આવે નહીં ત્યાં સુધી ડરવું. જો આવે તો તેના પર નીડરતાથી પ્રહાર કરવો.
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ આપવો. ૧૫ વર્ષનો થાય ત્યાં સુધી વિદ્યા તથા માર્ગદર્શન આપવું. ૧૬ વર્ષનો થાય ત્યારે મિત્ર જેવો વ્યવહાર કરવો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાંથી જેની પાસે એક પણ ન હોય તેનો જન્મ નકામો છે.
જે ઘરમાં સ્ત્રી પુરુષ ઝઘડતાં નથી ત્યાં લક્ષ્મીજી કાયમ માટે વસે છે. શરીરમાં રોગ ન પેસે ત્યાં સુધી ધર્મ કરી લેવો. મોઢે મીઠું બોલતા તથા પીઠ પાછળ ખંજર ભોંકતા મિત્રને છોડી દેવા. સુંદર ભોજન તથા તે પચાવવાની શક્તિ, સુંદર સ્ત્રી તથા તેને ભોગવવાની શક્તિ, સંપત્તિ તથા દાન કરવાની શક્તિ આ બધું ખૂબ પુણ્ય કર્યાં હોય તો જ પ્રાપ્ત થાય છે.•
ચાણક્ય  કહે છે કે બાળકની 4 વાતો માના ગર્ભમાં જ નિશ્રિત થઈ જાય છે.
  1. શિશુ કેટલાં વર્ષો સુધી જીવશે.
  2. તે ક્યાં કાર્યમાં નિપૂણ થશે.
  3. તેની પાસે સંપત્તિ કેટલી હશે.
  4. તેનું મૃત્યુ ક્યારે થશે.

જે વ્યક્તિ  પાસે ધર્મ અને દયા નથી તેને દૂર કરો. જે ગુરુ પાસે અધ્યાત્મિક જ્ઞાન નથી તેને દૂર કરો. જેની પત્નીના ચહેરા પર હમેંશા ઘૃણા હોય તેને દૂર કરો. જેના સંબંધીઓ અને દોસ્તોમાં પ્રેમભાવના ન હોય તેને દૂર કરો.

 

ચાણક્યનું કહેવું છે કે આ છ વાતો પર હમેંશા વિચાર કરવો જોઈએ. યોગ્ય સમય, યોગ્ય મિત્ર, યોગ્ય રહેઠાંણ, રૂપિયા કમાવાનું યોગ્ય સાધન, પૈસા ખર્ચ કરવાનું યોગ્ય સાધન અને પોતાના ઉર્જા સ્ત્રોત

 

ચાણક્ય કહે છે કે તમારું શરીર સ્વસ્થ હોય અને તમારા નિયંત્રણમાં હોય તો એ સમયે આત્મસાક્ષાત્કાર કરવા માટેના પ્રયત્નો કરી લેવા જોઈએ.

 

Ref :

  1. https://kishanacharya4991.wordpress.com/2012/03/03/ચાણક્ય/
  2. wikipedia
  3. http://www.sambhaavmetro.com/great-chanakyas-shrewdness-talks
  4. http://www.sandesh.com/article.aspx?newsid=3217049

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: