“થપ્પડ” પરીવાર સાથે જોવા જેવું એક સરસ પિકચર છે,હું તો કહું છું કે દરેક દંપતિએ,યુવાન-યુવતિઓ એ જોવા જેવું પિકચર છે.આ પિકચર પુરુષ પ્રધાન સમાજને એક હળવી થપ્પડ છે.કદાચ ડોમેસ્ટીક વાયોલન્સ જે પોઈન્ટથી જીવનમાં શરુ થાય એ પોઈન્ટને આબેહૂબ રીતે પિકચરાઇઝ કરવામાં આવ્યો છે.
અભિનેત્રી કેન્દ્રિત પિકચર છે અને સાથે સાથે હિરો એક મહત્વાકાંક્ષી ટીપિકલ હરબન્ડ છે જે ઓડીયન્સને નેગેટીવ કેરેકટર ન લાગે એની ખાસ કાળજી લેવામાં આવી છે.પરંતું મારી દ્રષ્ટિએ અહિંથી ડાયરેકરનો મેશેજ એક અધ્યાહાર છોડે છે….બેશક,દર્શકની સમજણ..વિષેશ ઊંડી સમજણ ઉપર!
તમે આ પિકચર જોયું ન હોય તો હું સ્ટોરીને સ્પોઈલ કરવાં ચોક્કસ નથી માંગતો.પરંતું કેટલાક ધારદાર સંવાજ “થપ્પડ”ને ગુંજ આપે છે. જેમ કે હિરોઇનની વકિલ એક સંવાદમાં કહે છે,”લગ્ન એક ડીલ છે,જેમાં પ્રેમ મેન્ડેટરી (ફરજીયાત,अनिवार्य) નથી,હિરોઇનના પિતાને હિરો કહે છે કે અડધા ભાગના લગ્નજીવનમાં આવા નાના મોટા ઝગડા થતાં જ હોય છે,અહિં પિતાનો જવાબ છે,”અડધાથી પણ ઘણા બધા વધારે…”
પણ મારા મતે સિક્કાની બીજી બાજુ સમજવામાં નવી પેઢી સમજ ફેર કરે એવી પૂરી સંભાવના છે.જ્યાંરે એક બાળક આવવાના એધાંણ થયા પછી,માત્ર અને માત્ર બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને,”થપ્પડ- બસ ઇતની સી બાત ” ને લઈને છૂટાછેટા સુધીનો પત્નિનો નિર્ણય અને એ પણ પતિના સંપૂર્ણ પોતાની ભૂલના અહેસાસ બાદ,મારા મતે પિકચરનો સમાજની નવી જનરેશનને ખોટો સંદેશ છે.
આપણી ગમતી વ્યક્તિનું દરેક વર્તન આપણને ગમે એ લગ્નજીવનમાં જરુરી નથી,લગ્નજીવનને નિભાવી જવાના પ્રમાણિક પ્રયત્નો ઉભય પક્ષે થવાં જરૂરી છે.લગ્ન એટલે બે વ્યકિતઓનાં સમજણપૂર્વક જોડાવું,એક થવું, બંધન સ્વીકારવું,..